Rajkot : રાજકોટમાં રોડ બનવવામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ
રાજકોટમાં લક્ષ્મીનગર વિસ્તારમાં તાજેતરમાં બનાવેલ રોડમાં ભ્રષ્ટ્રાચાર થયા હોવાનો આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યો છે.
Advertisement
રાજકોટ શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં તાજો બનાવેલો રોડની કપચી આંગળીના ટેરવે ઉખડી રહી છે. મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા સામે સ્થાનિકોએ સવાલ કર્યા હતા. લક્ષ્મીનગર વિસ્તારમાં તાજેતરમાં બનાવેલા રોડમાં ભ્રષ્ટ્રાચાર તેમજ હલકી ગુણવત્તાવાળો રોડ બનાવ્યો હોવાના આરોપ મહિલાઓ દ્વારા લગાવવામાં આવ્યો છે. રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે સ્થાનિક મહિલાઓનો રોષ જોવા મળ્યો હતો. હાથથી ઉખડી જાય તેવો ડામર લગાડી કામ ચલાઉ કામ કર્યું છે. એકબાજુ ચોમાસુ અને બીજી બાજુ પ્રિ-મોન્સૂનની કામગીરી ચાલી રહી છે. મનપાની કામગીરી પૂર્ણ ન થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement


