Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AMBAJI: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે, આદિવાસીઓના ભૂલાયેલા ઇતિહાસને ઉજાગર કરવા તથા આદિજાતિઓના ગૌરવ અને સ્વાભિમાનને પુન: સ્થાપિત કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળથી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી...
ambaji  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી
Advertisement

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે, આદિવાસીઓના ભૂલાયેલા ઇતિહાસને ઉજાગર કરવા તથા આદિજાતિઓના ગૌરવ અને સ્વાભિમાનને પુન: સ્થાપિત કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળથી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત યાત્રાનો શુભારંભ કરાવ્યો છે.

Advertisement

જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી 

Advertisement

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશક્તિ માં અંબાના દર્શન કરી અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાજંલિ અર્પણ કરી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યના 14,620 ગામોમાં 129 રથો બે મહિના સુધી પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે જેનો લાભ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસતા વન બંધુઓને મળશે. આ સાથે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડ રાજ્યમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુલામીની માનસિકતાને ત્યજી વર્ષ-2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે, આદિવાસીઓના ભૂલાયેલા ઇતિહાસને ઉજાગર કરવા તથા આદિજાતિઓના ગૌરવ અને સ્વાભિમાનને પુન: સ્થાપિત કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળથી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. જો માનવ શરીરનું પ્રત્યેક અંગ સારુ હોય તો જ માણસ સારી રીતે જીવન જીવી શકે એવી જ રીતે સમાજના તમામ લોકો શિક્ષિત હોય, સમૃદ્ધ હોય તો જ રાષ્ટ્રનો વિકાસ થઇ શકે એમ જણાવ્યું હતું.

આદિવાસી મહિલા શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવી

તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગરીબો, શોષિતો, પીડિતો, દલિતો સહિત સમગ્ર માનવ સમાજના કલ્યાણ માટે કામ કરે છે. દેશમાં પ્રથમવાર ભારતના સર્વોચ્ચ પદ પર આદિવાસી મહિલા શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવી છે. અંબાજીના ચીખલા ખાતે સભાસ્થળ પાસે પ્રધાનમંત્રી ઉજ્વલ યોજનાનું સ્ટોલ લગાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓને લાભ મળ્યો હતો દિલ્હીથી અને ગુજરાતથી ઇન્ડિયન ઓઇલના અધિકારીઓ પણ આવ્યા હતા.

આ પણ વાંચો - પોરબંદર: માધવનગરીમાં સહેલાણીઓનો સાગર છલકાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Tags :
Advertisement

.

×