Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે ? જાણો શું કહ્યું અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડને

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને  કહ્યું કે જો પ્રતિબંધો સિવાય રશિયાને સીધું અટકાવવામાં આવે તો તેનો અર્થ રશિયા સાથે સીધો યુદ્ધ છે. આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત હશે.રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે વધુ આક્રમક બની રહ્યું છે. યુક્રેન દ્વારા આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યા બાદ પુતિને તેની સેનાને હુમલાને વધુ તીવ્ર બનાવવાનો આદેશ આપ્યો છે. રશિયન સેના યુક્રેનમાં ચારે બાજુથà«
તો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે   જાણો શું કહ્યું અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડને
Advertisement
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને  કહ્યું કે જો પ્રતિબંધો સિવાય રશિયાને સીધું અટકાવવામાં આવે તો તેનો અર્થ રશિયા સાથે સીધો યુદ્ધ છે. આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત હશે.
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે વધુ આક્રમક બની રહ્યું છે. યુક્રેન દ્વારા આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યા બાદ પુતિને તેની સેનાને હુમલાને વધુ તીવ્ર બનાવવાનો આદેશ આપ્યો છે. રશિયન સેના યુક્રેનમાં ચારે બાજુથી તૂટી પડી છે. યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ થયો છે. ઓઈલ ડેપો પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન અમેરિકાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને  એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, રશિયાને રોકવા માટે બે જ વિકલ્પ છે. પ્રથમ રશિયા સાથે સીધું યુદ્ધ લડવું અને ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કરવું. અથવા બીજો વિકલ્પ એ સુનિશ્ચિત કરવાનો છે.આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ દેશને કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે, પ્રતિબંધોનો એકમાત્ર વિકલ્પ ત્રીજું વિશ્વ યુદ્ધ હશે. તેમણે કહ્યું કે જે પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે, તેની અસર થશે.
રશિયા સાથે આંતરરાષ્ટ્રીય લેવડદેવડ થશે બંધ? 
રશિયા પર વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આમાં ઘણા આર્થિક અને વ્યવસાય પ્રતિબંધો શામેલ છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, આ પ્રતિબંધોની ભારે અસર પડશે. આ દરમિયાન અમેરિકા, યુરોપિયન યુનિયન અને યુકેએ પણ રશિયાની સેન્ટ્રલ બેંક પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે, યુએસ અને તેના સભ્યો દ્વારા રશિયાને SWIFT સિસ્ટમ માંથી  પ્રતિબંધિત કરવા માટે સંમતિ આપવામાં આવી છે. જો આમ થશે તો રશિયા આંતરરાષ્ટ્રીય લેવડદેવડથી સંપૂર્ણપણે કપાઈ જશે અને તેની ભારે અસર થશે. જો કે, તેના જવાબમાં, રશિયા ક્રૂડ ઓઇલનો પુરવઠો અટકાવી શકે છે, જેના પરિણામે યુરોપમાં ઉર્જાનું મોટું સંકટ સર્જાશે.
Tags :
Advertisement

.

×