ચોથી લહેરની આશંકા વચ્ચે આજે દિલ્હીમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો, એકનું મોત
રાજધાની દિલ્હીમાં દરરોજ
કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. તેની સાથે જ દરરોજ એક-બે લોકોના પણ મોત થઈ રહ્યા
છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1367 નવા કેસ નોંધાયા છે. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં
આવેલા આંકડા મુજબ 1300થી વધુ નવા કોરોના સંક્રમિતોની સાથે 1042 લોકો સાજા પણ થયા છે. જ્યારે
એક વ્યક્તિનું મોત થયું છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે હવે દિલ્હીમાં એક્ટિવ કેસની
સંખ્યા વધીને 4832 થઈ ગઈ છે.
Delhi reports 1367 new #COVID19 cases, 1042 recoveries and one death in the last 24 hours. Active cases 4832 pic.twitter.com/0ENTWNje0j — ANI (@ANI) April 27, 2022 " title="" target="">javascript:nicTemp();
દિલ્હીમાં કોરોનાના વધતા
કેસોને લઈને વેપારી સંગઠનો બજારોમાં ફરી નિયમોનું પાલન શરૂ કરી દીધું છે. આ
અંતર્ગત નિયમિતપણે સેનિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. શું કરવું અને શું નહીંના
પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે અને એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે લોકો
યોગ્ય રીતે માસ્ક પહેરે. સ્વાસ્થ્ય વિભાગના સત્તાવાર આંકડા અનુસાર દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં
વધારો જોવા મળી રહ્યો છે. 11 એપ્રિલે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 601 હતી જે હવે વધીને 4,168 થઈ ગઈ છે.
ટ્રેડર્સ એસોસિએશન એ કહ્યું
છે કે તે સુનિશ્ચિત કરી રહ્યું છે કે બજારોમાં તમામ જરૂરી સાવચેતીઓનું પાલન
કરવામાં આવે. તેણે તેના તમામ સભ્યોને બૂસ્ટર ડોઝ લેવા વિનંતી કરી છે. એનડીટીએના
પ્રમુખે કહ્યું કે એસોસિએશનના 400 થી વધુ સભ્યોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.તેમણે વધુમાં
કહ્યું કે અમે અમારા સભ્યોને યોગ્ય પગલાં લેવા કહ્યું છે. દુકાનોમાં શું કરવું અને
શું નહીંના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે. પાલિકા બજારના વેપારીઓએ પણ વાયરસના ફેલાવાને રોકવા માટે ઘણા પગલાં
લીધા છે અને લોકોને માસ્ક પહેરવાનું યાદ અપાવવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી રહ્યા
છે.


