ભારતમાં Interpol ના મૉડલ પર હવે 'Bharatpol' પોર્ટલ લોન્ચ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે દિલ્હીમાં 'ભારતપોલ' (Bharatpol) પોર્ટલ લોન્ચ કર્યું, જે ભારતીય ગુનેગારોને અન્ય દેશોમાંથી પકડવા અને તેમને ન્યાયાલયમાં લાવવા માટેની પ્રક્રિયાને સરળ બનાવશે.
04:49 PM Jan 07, 2025 IST
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે દિલ્હીમાં 'ભારતપોલ' (Bharatpol) પોર્ટલ લોન્ચ કર્યું, જે ભારતીય ગુનેગારોને અન્ય દેશોમાંથી પકડવા અને તેમને ન્યાયાલયમાં લાવવા માટેની પ્રક્રિયાને સરળ બનાવશે. આ પ્રસંગે તેમણે પોતાના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપનારા અધિકારીઓનું સન્માન કર્યું અને જણાવ્યું કે આ પ્રકારનું સન્માન તેમના અને અન્ય અધિકારીઓના મનોબળમાં વધારો કરે છે. આ પોર્ટલ ગુનાખોરોને પકડવામાં વધુ અસરકારકતા લાવશે અને ન્યાય પ્રણાલીને મજબૂત બનાવશે.