The Kashmir Files ની ટીમ સાથે અમિત શાહે કર્યું બ્રેકફાસ્ટ, અનુપમ ખેરે ગૃહમંત્રીનો માન્યો આભાર
'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
ફિલ્મને દર્શકોની સાથે સરકારનો પણ સપોર્ટ મળી રહ્યો છે. હરિયાણા, મધ્યપ્રદેશ, ત્રિપુરા, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્ય સરકારો પહેલાથી જ ફિલ્મને ટેક્સ
ફ્રી કરી ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મના વખાણ કર્યા છે. હવે
દેશના ગૃહમંત્રી અમિત શાહે આ ફિલ્મના વખાણ કર્યા છે.
आदरणीय गृह मंत्री @AmitShah जी! आज आपके निवास स्थान पर आपके #Article370 के हटाने के अन्थक प्रयासों के लिए ना केवल #KashmiriPandits समुदाय की तरफ़ से बल्कि टीम #TheKashmirFiles के तरफ़ से भी
धन्यवाद करने का मौक़ा मिला।आपका व्यक्तित्व और देश के प्रति प्यार प्रेरणात्मक! धन्यवाद!🙏 pic.twitter.com/Dw9ROs3XqN
— Anupam Kher (@AnupamPKher) March 16, 2022" title="" target="">javascript:nicTemp();
'ધ કાશ્મીર ફાઇલ્સ'માં મુખ્ય ભૂમિકા ભજવનાર અનુપમ ખેરે
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમિત શાહની મુલાકાતની ઘણી તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને નિર્માતા અભિષેક અગ્રવાલ સાથે
અભિનેત્રી પલ્લવી જોશી પણ જોવા મળે છે.
અમિત શાહે ફિલ્મ બનાવવા માટે વિવેક અગ્નિહોત્રી અને નિર્માતા અભિષેક
અગ્રવાલના વખાણ કર્યા છે. તેણે અનુપમ ખેર, દર્શન કુમાર અને
પલ્લવી જોશીના અભિનયની પણ પ્રશંસા કરી છે.
આ તસવીરો શેર કરતા અનુપમ ખેરે જણાવ્યું કે અમિત શાહે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની ટીમને નાસ્તા માટે આમંત્રણ આપ્યું
હતું.
અનુપમ ખેરે લખ્યું આર્ટિકલ 370 નાબૂદ કરવામાં અને ભારતના લોકોને
સશક્તિકરણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ માનનીય ગૃહ પ્રધાન અમિત શાહ જીનો
આભાર. ટીમ ધ કાશ્મીર ફાઇલ્સને તમારા નિવાસસ્થાને નાસ્તો કરવા આમંત્રણ આપવામાં
આવ્યું હતું. અનુપમ ખેરે આગળ લખ્યું, "દેશની સુરક્ષા અને વિકાસ પ્રત્યે તમારું સમર્પણ પ્રેરણાદાયક છે.
વ્યક્તિગત નોંધ પર તમારું જ્ઞાન અને રમૂજની ભાવના પ્રભાવશાળી છે. ફરી એકવાર આભાર.


