અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે, વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે
ગુજરાત વિધાનસભાની
ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે
આજે ફરી ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ
ઐતિહાસિક પરિણામ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અમિત શાહ 10
અને 11 એપ્રિલે બે દિવસ દરમિયાન અમદાવાદ અને
ગાંઘીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટીંગ
ફેડરેશન લિમિટેડ ભવનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે
કરવામાં આવશે. ત્રિભુવનદાસ પટેલ સહકાર
ભવનનું ઉદ્ઘાટન પણ અમિત શાહના હસ્તે કરાશે. ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સાંઘાણીએ
નિવેદન આપતા જણાવ્યું હતું કે સહકારથી સિદ્ધિ નો મંત્ર શાકર કરશે ગુજકોમસોલ. આજે
ખેડૂતોનું સપનું સાકાર થયું છે. તો સાથે સાથે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું
કે વિપક્ષ હંમેશા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. અમિત શાહ પ્રવાસનાં પ્રથમ દિવસે એટલે કે 10
એપ્રિલે ગાંધીનગરમાં નવનિર્મિત ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ કરશે.
10 અને 11
એપ્રિલે અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે ગાધીનગરમાં નેશનલ
ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજરી આપશે.નેશનલ ફોરેન્સિક સાયન્સ
યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજર રહેશે.તો બાવળામાં કેન્દ્ર સરકારની યોજના
અંગેના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.આદર્શ ગામ અંતર્ગત ગામોના વિકાસ અંગે સંબોધન
કરશે. આ કાર્યક્રમમાં સહકારી આંગેવાનો અને સરપંચો હાજર રહેશે.
આ પહેલા અમિત શાહે બનાસકાંઠા
જિલ્લાના નડાબેટ ખાતે બનેલ બોર્ડર વ્યુ પોઈન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ
કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો.
વ્યુ પોઈન્ટના લોકાર્પણ સમયે ગૃહમંત્રી શાહે કહ્યું હતું કે,
જ્યારે પણ દેશ સામે કોઈ સમસ્યા આવે છે ત્યારે BSF ક્યારેય બહાદુરી બતાવવાથી પાછળ પડતું નથી. BSFએ
હંમેશા શ્રેષ્ઠ આપ્યું છે. એક મહાવીર ચક્ર, 4 કીર્તિ ચક્ર,
13 વીર ચક્ર, 13 શૌર્ય ચક્ર અને અસંખ્ય
બલિદાનની અમર ગાથા સાથે BSF લક્ષ્ય પર આગળ વધ્યું છે. દેશને
તમારા પર ગર્વ છે. Ndabet View Point ફરી એકવાર આપણા હીરોની
વાર્તાઓ આપણી સમક્ષ લાવશે. અહીં આવીને બાળકોના મનમાં દેશભક્તિની ભાવના પણ જગાડે
છે. આનાથી પ્રવાસનને પણ વેગ મળશે.


