Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BMCની ચૂંટણીને લઈને અમિત શાહે કરી આ ભવિષ્યવાણી

મહારાષ્ટ્રમાં (Maharashtra) એકનાશ શિંદે (Eknath Shinde) અને દેવેન્દ્ર ફડનવીસ (Devendra Fadnavis) સરકાર બન્યા બાદ પ્રથમવાર કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) મુંબઈના પ્રવાસે છે. તેમની આ મુલાકાતના રાજકીય દ્રષ્ટિકોણથી મહત્ત્વની રીતે જોવામાં આવી રહી છે. શાહે લાલ બાદ ચા રાજાના દર્શન કર્યાં બાદ દેવેન્દ્ર ફડનવીસના ઘરે પણ મુલાકાત કરી હતી. બૃહદમુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા અમિત શાહની આ મુલાકાતને રાજકીય à
bmcની ચૂંટણીને લઈને અમિત શાહે કરી આ ભવિષ્યવાણી
Advertisement
મહારાષ્ટ્રમાં (Maharashtra) એકનાશ શિંદે (Eknath Shinde) અને દેવેન્દ્ર ફડનવીસ (Devendra Fadnavis) સરકાર બન્યા બાદ પ્રથમવાર કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) મુંબઈના પ્રવાસે છે. તેમની આ મુલાકાતના રાજકીય દ્રષ્ટિકોણથી મહત્ત્વની રીતે જોવામાં આવી રહી છે. શાહે લાલ બાદ ચા રાજાના દર્શન કર્યાં બાદ દેવેન્દ્ર ફડનવીસના ઘરે પણ મુલાકાત કરી હતી. બૃહદમુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા અમિત શાહની આ મુલાકાતને રાજકીય દ્રષ્ટ્રિકોણથી જોવાઈ રહી છે.
સોમવારે લાલબાગના રાજા ગણપતિના દર્શન કર્યાં બાદ ગૃહમંત્રી  અમિત શાહે ભાજપના ધારાસભ્યો, સાંસદો  અને સિનિયર નેતાઓ સાથે બેઠક પણ કરી હતી. તેમણે BMCની ચૂંટણીમાં ભાજપની જીતની ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ BMCની ચૂંટણીમાં ભાજપ અને અસલી શિવસેનાનો લક્ષ્ય 150 સીટો જીતવાનો હોવો જોઈએ. જનતા વડાપ્રધાનના નેતૃત્વવાળી ભાજપ સાથે છે. વિચારધારાને દગો આપનારી ઉદ્ધવ પાર્ટીની સાથે નથી. ઉદ્ધવ ઠાકરેએ ન માત્ર ભાજપને દગો આપ્યો હતો પરંતુ વિચારધારા અને મહારાષ્ટ્રની જનતાના જનાદેશનું પણ અપમાન કર્યું. તેમણે બેઠકમાં સ્પષ્ટ કર્યું કે, બીએમસીની ચૂંટણીમાં ભાજપ અને સહયોગી દળોએ કોઈ પણ ભોગે શિવસેનાનો સફાયો કરવાનો છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ વખતે BMC ચૂંટણી એટલે આર કે પારની છેલ્લી લડાઈ, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને સત્તા પરથી હટાવવાની સમજણ સાથે લડવામાં માંગે છે. આ બેઠકમાં ભાજપના ઘણા ટોચના નેતાઓ પણ હાજર રહ્યાં હતા.. અમિત શાહે તેમના પત્ની સાથે  ડેપ્યુટી સી.એમ દેવેન્દ્ર ફડનવીસના ઘરે જઇ ગણપતિ બાપ્પાના દર્શન કર્યા  ફડનવીસ દ્વારા શાહને ગણપતિની મૂર્તિ પણ ભેટમાં અપાઈ હતી  દર્શન બાદ સાગર બંગલામાં જ બીજેપી નેતાઓ સાથે શાહની બેઠક યોજાઈ હતી
રાજકીય નિષ્ણાંતો અનુસાર અમિત શાહની (Amit Shah) આ મુલાકાત આગામી બૃહદમુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણીને ધ્યાને રાખીને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર બન્યા બાદ પ્રથમ વખત કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ મુંબઈની મુલાકાતે છે. મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણીને લઈને ભાજપ સક્રિય મોડમાં આવી ગયું છે. ગૃહમંત્રીશ્રી અમિત શાહની મુંબઈ મુલાકાતને તેની સાથે જોડવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement

.

×