Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવ દિવસના આઈસોલેશન બાદ અમિતાભ બચ્ચને કોરોનાને આપી મ્હાત, કહી આ વાત

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 23 ઓગસ્ટના રોજ કોરોના સંક્રમિત થયાં હતા. જે બાદ તેઓ આઈસોલેશનમાં (Isolation) હતા. નવ દિવસના આઈસોલેશન (Isolation) બાદ તઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ (Covid Negative) આવ્યો છે. આની જાણકારી તેણે પોતાના પર્સનલ બ્લોગ દ્વારા આપી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, સ્વસ્થ થયાંની સાથે જ તેમણે કામ શરૂ કરી દીધું છે. અમિતાભ બચ્ચને ચાહકોનો આભાર પણ માન્યો.તેમણે બ્લોગમાં લખ્યું કે, કામ પર આવી ગયો છું. તમારી દરà
નવ દિવસના આઈસોલેશન બાદ અમિતાભ બચ્ચને કોરોનાને આપી મ્હાત  કહી આ વાત
Advertisement
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 23 ઓગસ્ટના રોજ કોરોના સંક્રમિત થયાં હતા. જે બાદ તેઓ આઈસોલેશનમાં (Isolation) હતા. નવ દિવસના આઈસોલેશન (Isolation) બાદ તઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ (Covid Negative) આવ્યો છે. આની જાણકારી તેણે પોતાના પર્સનલ બ્લોગ દ્વારા આપી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, સ્વસ્થ થયાંની સાથે જ તેમણે કામ શરૂ કરી દીધું છે. અમિતાભ બચ્ચને ચાહકોનો આભાર પણ માન્યો.
તેમણે બ્લોગમાં લખ્યું કે, કામ પર આવી ગયો છું. તમારી દરેકની પ્રાર્થનાઓનો આભાર. ગત રાતે હું કોરોના નેગેટિવ આવ્યો છું. 9 દિવસ સુધી મેં પોતાને આઈસોલેટ કરી લીધો હતો. સાત દિવસ તો આઈસોલેટ રહેવાનું જ હોય છે. તમારા માટે મારો પ્રેમ, આપ દરેક ઘણા સહજ અને ચિંતિત રહ્યાં. મારા પરિવાર અને દરેકે મારી કાળજી રાખી. તમારા દરેક સામે હું માત્ર હાથ જોડીને મારો પ્રેમ દર્શાવી શકું છું.
ઉલ્લેખનીય છે કે, ગત 23 ઓગસ્ટના રોજ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) કોરોના સંક્રમિત (Covid Positive) થયાં હતા. તેમણે આ  જાણકારી ટ્વીટ કરીને આપી  હતી કે, દરેક પ્રકારની સાવધાની રાખવા, વેક્સિનના ડોઝ લેવા છતાં તે શિખવા મળ્યું કે, જાહેરમાં તમે સાવધાની રાખો, બેદરકારી ના રાખો. કોરોના જીતી ગયો અને મને લાગી ગયો. જો હું કહીશ કે હું નારાજ છું તો આ અંડરસ્ટેટમેન્ટ થઈ જશે. હું તમને બધાને કહેવા માંગું છું કે જેટલું બની શકે સાવધાની રાખો.
ક્વોરૅન્ટાઈનમાં બધા જ કામ જાતે કરતા હતા બીગ-બી
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને તેમના ચાહકોને ઘણી બધી વાતો પણ શેર કરે છે. આઈસોલેશન દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી અનેક ખુલાસા કર્યાં હતા. તેમણે બ્લોગના માધ્યમથી પોતાના ફેન્સને જણાવ્યું કે, કોરોના બાદ તેમની જીવનમાં કેવા પ્રકારના ફેરફાર આવ્યા છે અને તેઓ દિવસભર શું કરતા? અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું કે, કોરોનાના કારણે હું મારુ બધુ જ કામ જાતે કરું છું. સુવા માટેનો બેડ સરખો કરવો, કપડા જાતે ધોઈ રહ્યો છું. રૂમ અને ટોઈલેટ પણ સાફ કરું છું. ચા-કોફી જાતે જ બનાવું છું. નર્સિંગ સ્ટાફ વિના મારી દવા જાતે લઉં છું. હું બધા જ કોલ્સનો જવાબ જાતે જ આપું છું. આવી રીતે જ આજકાલ મારા દિવસો પસાર કરી રહ્યો છું.
બીગ-બીએ બીજીવાર કોરોનાને હરાવ્યો
79 વર્ષીય અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બે વખત કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. અઅગાઉ તેઓ જુલાઈ 2020માં કોરોના સંક્રમિત થયાં હતા તે સમયે કોરોનાની ચપેટમાં અભિષેક, એશ્વર્યા અને આરાધ્યા પણ આવી ગયા હતા. બંન્ને વખત તેઓ કોરોનાથી ઉગરી ચુક્યાં છે.
Tags :
Advertisement

.

×