Amreli : સાવજ પર તોળાતું સંકટ 15 મોતથી તંત્ર દોડતું
Amreli : અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 3 બાળસિંહોના અચાનક મોતની ઘટનાએ વન વિભાગને ચિંતામાં મૂકી દીધા છે. પ્રાથમિક માહિતી મુજબ, શંકાસ્પદ રોગ કે વાયરસના કારણે આ મૃત્યુ થયાં હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા વન મંત્રી મૂળુભાઈ બેરાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું કે રિપોર્ટમાં મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
Advertisement
Amreli : અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 3 બાળસિંહોના અચાનક મોતની ઘટનાએ વન વિભાગને ચિંતામાં મૂકી દીધા છે. પ્રાથમિક માહિતી મુજબ, શંકાસ્પદ રોગ કે વાયરસના કારણે આ મૃત્યુ થયાં હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા વન મંત્રી મૂળુભાઈ બેરાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું કે રિપોર્ટમાં મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ સિંહોના જૂથને આઈસોલેટ કરાયા છે અને રેવન્યૂ વિસ્તારમાંથી બ્લડ સેમ્પલ લઇને લેબમાં મોકલાયા છે. વૃંદાવન વિભાગે સેમ્પલની ચકાસણી શરૂ કરી છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
Advertisement


