Amreli નો પાયલ ગોટી લેટરકાંડ ફરી ચર્ચામાં, CM ને પત્ર લખીને ન્યાયની કરાઇ માંગ
Amreli Payal Goti letter scandal : અમરેલીમાં બહુચર્ચિત પાયલ ગોટી લેટરકાંડ મુદ્દો ફરી એકવાર રાજ્યની રાજકીય ચર્ચાઓનું કેન્દ્ર બન્યો છે. મંત્રીમંડળનાં વિસ્તરણની અટકળો વચ્ચે પાયલ ગોટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ન્યાયની માગ કરી છે. પત્રમાં તેમણે પોલીસ તંત્રનાં કારણે થયેલી પીડાઓનો ઉલ્લેખ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સાથે જ SMCનાં વડા નિર્લિપ્ત રાયનો રિપોર્ટ પણ જોડવામાં આવ્યો છે. પાયલ ગોટીએ અગાઉ અમરેલીનાં ધારાસભ્ય તથા વિધાનસભાનાં નાયબ દંડક કૌશિક વેકરીયાને પણ રજૂઆત કરી હોવા છતાં ન્યાય ન મળ્યાની વાત પત્રમાં દર્શાવી છે. આ મુદ્દે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પરેશ ધાનાણીએ પણ સોશિયલ મીડિયા પર કાવ્યાત્મક અંદાજમાં સરકાર અને તંત્ર સામે આકરા પ્રહાર કર્યા છે.
આ પણ વાંચો : Fake Visa Scam : બોલો, હવે તો વિદેશમાં જવાના વિઝા ય નકલી! ખુલ્લેઆમ વેચાતા થયા!


