Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમૃતા રાવ-આરજે અનમોલે સરોગસીમાં બાળક ગુમાવ્યું હતું

અભિનેત્રી અમૃતા રાવ અને તેના પતિ આર જે અનમોલ તેમના જીવનને ખૂબ જ ખાનગી રાખવાનું પસંદ કરે છે. પ્રેગ્નન્સી સુધી બંનેના લગ્નના સમાચાર સામે આવ્યા ન હતા. અમૃતા રાવની પ્રેગ્નન્સીનો ખુલાસો ત્યારે થયો જ્યારે અભિનેત્રી હોસ્પિટલની બહાર જોવા મળી હતી. તે સમયે તેના બેબી બમ્પને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે દંપતીએ બાળક માટે સંઘર્ષ કરવાના દિવસોને યાદ કરીને ઘણા ખુલાસા કર્યા છે. યુટ્યà
અમૃતા રાવ આરજે અનમોલે સરોગસીમાં બાળક ગુમાવ્યું હતું
Advertisement
અભિનેત્રી અમૃતા રાવ અને તેના પતિ આર જે અનમોલ તેમના જીવનને ખૂબ જ ખાનગી રાખવાનું પસંદ કરે છે. પ્રેગ્નન્સી સુધી બંનેના લગ્નના સમાચાર સામે આવ્યા ન હતા. અમૃતા રાવની પ્રેગ્નન્સીનો ખુલાસો ત્યારે થયો જ્યારે અભિનેત્રી હોસ્પિટલની બહાર જોવા મળી હતી. તે સમયે તેના બેબી બમ્પને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે દંપતીએ બાળક માટે સંઘર્ષ કરવાના દિવસોને યાદ કરીને ઘણા ખુલાસા કર્યા છે. યુટ્યુબ સીરીઝ 'કપલ ઓફ થિંગ્સ'ના એપિસોડમાં, અમૃતાએ તેના ગર્ભાવસ્થાના દિવસો અને તેની પહેલાના સંઘર્ષ વિશે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તેણે બાળક માટે ઘણી પદ્ધતિઓ અપનાવી છે. 
બાળક માટે વિવિધ ટેક્નિક્સ અપનાવી 
અમૃતા રાવ વીડિયોમાં કહે છે, 'લગભગ ત્રણ વર્ષ સુધી અમે ક્લિનિકના ચક્કર લગાવતા રહ્યા. સૌ પ્રથમ અમે IUIનો પ્રયાસ કર્યો પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન મળ્યું. હું અનમોલ બાળક માટે ઘણાં ઉત્સાહિત હતાં. તેના પર તે કહેતો હતો કે હું દરેક બાબતમાં સ્પીડ અપ કરનાર વ્યક્તિ છું. અમે બે વાર IVFનો પ્રયાસ પણ કર્યો પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં.
સરોગસીમાં બાળક ગુમાવ્યું
અમૃતા રાવ આગળ કહે છે, આ પછી ડૉક્ટરે અમને સરોગસી દ્વારા પેરેન્ટ્સ બનવાનું સૂચન કર્યું. આના પર મારી પ્રતિક્રિયા હતી- હા, હા, મારે પ્રેગ્નન્ટ નહીં થવું પડશે, કદાચ તે ઠીક છે? અમૃતા કહે છે કે મને ખબર હતી કે સરોગસીમાં સરોગેટ મધરની ગુણવત્તા પણ બાળકને અસર કરે છે. પરંતુ અમે સરોગસી માટે સંમત થયા. અમે સરોગેટ માતાની વ્યવસ્થા કરી અને તે ગર્ભવતી થઈ, અમે બાળકના ધબકારા પણ સાંભળ્યા. પરંતુ થોડા દિવસો પછી ડૉક્ટરે અમને કહ્યું કે અમે બાળક ગુમાવ્યું છે. આના પર અનમોલ સાવ ભાંગી પડ્યો મેં તેને સમજાવ્યું કે તે આપણા હાથમાં નથી.

અમૃતા ચાર વર્ષ પછી ગર્ભવતી થઈ
ઘણી મુશ્કેલીઓ બાદ અમૃતા રાવ ચાર વર્ષ બાદ ગર્ભવતી બની હતી. આ દંપતીને 11 માર્ચ 2020 ના રોજ ખબર પડી. ત્યારે અમૃતા-અનમોલ બંને ખૂબ ખુશ હતા અને 1 નવેમ્બર 2020ના રોજ દંપતીના ઘરે પુત્ર વીરનો જન્મ થયો હતો. અમૃતા કહે છે કે પ્રેગ્નન્સીના દિવસો પણ આસાન નહોતા, મારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
સિક્રેટ રીતે લગ્ન કર્યા
તમને જણાવી દઈએ કે, અમૃતા રાવે 2014માં આરજે અનમોલ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. આ કપલે લગ્નના સમાચાર બહાર આવવા દીધા ન હતા. 15 માર્ચ 2022ના રોજ અમૃતાએ અનમોલ સાથે તેના લગ્નની પ્રથમ તસવીર શેર કરી હતી. ફોટામાં અભિનેત્રી લાલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
Tags :
Advertisement

.

×