'પટ્ટ મંગની ભટ્ટ બ્હાહ' સાથે અમૂલે કપૂર કપલને આપ્યા અભિનંદન
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હવે આ કપલ સત્તાવાર રીતે પતિ-પત્ની બની ગયું છે. વાસ્તુ એપાર્ટમેન્ટમાં બંનેએ કેટલાક મહેમાનો વચ્ચે સાત ફેરા લીધા. આલિયા-રણબીરના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. દરેક જણ અલગ અલગ રીતે કપલને તેમના લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે. આ દરમિયાન અમૂલ ઈન્ડિયાની પોસ્ટ વાયરલ થઈ રહી છે. અમૂલ ઈન્ડિયાએ વર-કન્યાને ખાસ રીતે લગ્નàª
Advertisement
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હવે આ કપલ સત્તાવાર રીતે પતિ-પત્ની બની ગયું છે. વાસ્તુ એપાર્ટમેન્ટમાં બંનેએ કેટલાક મહેમાનો વચ્ચે સાત ફેરા લીધા. આલિયા-રણબીરના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. દરેક જણ અલગ અલગ રીતે કપલને તેમના લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે. આ દરમિયાન અમૂલ ઈન્ડિયાની પોસ્ટ વાયરલ થઈ રહી છે. અમૂલ ઈન્ડિયાએ વર-કન્યાને ખાસ રીતે લગ્નની શુભેચ્છા પાઠવી છે. આ પોસ્ટમાં તેણે એક લાઈન લખી છે સાથે જ અમૂલ બટર ખાતા વર-કન્યાનો ફોટો પણ બનાવ્યો છે.
લગ્ન કાર્ટૂન દ્વારા કર્યુ વિશ
અમૂલ ઈન્ડિયાએ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓએ લગ્નનું કાર્ટૂન બનાવ્યું છે. આમાં, વર કન્યાને માખણ ખવડાવી રહ્યો છે. આ ફોટો સાથે સ્લોગન લખવામાં આવ્યું છે - 'પટ્ટ્ મંગની ભટ્ટ્ બ્હાય'. આ સિવાય કેપ્શનમાં લખ્યું છે, 'અમૂલ ટોપિકલઃ ધ આલિયા-રણબીર વેડિંગ!'
Advertisement


