વાહનોથી ધમધમતા વિસ્તારમાં કાર ફિલ્મી ઢબે ઉડતા વાહન ચાલકોના જીવ તાળવે
ભરૂચ (Bharuch) શહેરમાં સતત વાહનોથી ભરચક વિસ્તાર એવા નર્મદા મૈયા બ્રિજની નીચે સરકારી કોલેજ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ફિલ્મી ઢબે રોડ ઉપર ફંગોળાઈ જતા અન્ય વાહન ચાલકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો કારમાં સવાર ચાલકને હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો.ભરૂચ શહેરમાં સતત વાહનોથી ધમધમતા વિસ્તારમાં અકસ્માતોની ઘટનાઓ પણ એકવાર સામે આવતી હોય છે. પરંતુ તેમાંય ઘણી વખત વà
Advertisement
ભરૂચ (Bharuch) શહેરમાં સતત વાહનોથી ભરચક વિસ્તાર એવા નર્મદા મૈયા બ્રિજની નીચે સરકારી કોલેજ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ફિલ્મી ઢબે રોડ ઉપર ફંગોળાઈ જતા અન્ય વાહન ચાલકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો કારમાં સવાર ચાલકને હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો.
ભરૂચ શહેરમાં સતત વાહનોથી ધમધમતા વિસ્તારમાં અકસ્માતોની ઘટનાઓ પણ એકવાર સામે આવતી હોય છે. પરંતુ તેમાંય ઘણી વખત વાહન ચાલકોની ગતિ પુર ઝડપે હોવાના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. આવો જ એક કિસ્સો ભરૂચ નેશનલ હાઈવે 8 ઉપર કોલેજ રોડ ઉપરથી સામે આવ્યો છે કે જે માર્ગ કોલેજના વિદ્યાર્થીઓથી સતત ધમધમતો હોય છે તેવા વિસ્તારમાં એક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ફિલ્મી ઢબે રોડ ઉપર ફંગોળાઈ ગઈ હતી અને વાહન ચાલકોના જીવ ટાળવે ચોટી ગયા હતા.
અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળે એકત્ર થઈ ગયા હતા અને કાળમાં રહેલા ચાલકને બહાર કાઢી સારવારથી ખસેડવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ આ માર્ગ ઉપર ઘણા ફોરવીલ વાહન ચાલકોની ગતિ પૂર ઝડપે હોવાના કારણે અકસ્માતો સર્જાતા રહેતા હોવાના આક્ષેપો પણ વિદ્યાર્થીઓએ કર્યા છે.


