Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

....ઔર શેર આ જાય...સોશિયલ મીડિયામાં વાયરલ થયો રોમાંચક વીડિયો

ઘણી વખત માનવ વસતીમાં વન્ય પ્રાણીઓ આવી જતા હોય છે. જંગલમાં રસ્તા પરથી પસાર થઇ રહ્યા હોવ અને સામે વન્ય પ્રાણી આવી જાય તો ભલભલો વ્યક્તિ થંભી જાય છે. સોશિયલ મીડિયા (Social Media)માં હમણાં હમણાં આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે જેમાં કાર અને બાઇક પર કેટલીક વ્યક્તિઓ પસાર થતી હોય છે ત્યારે જ રસ્તામાં તેમની સામે વાઘ (Tiger) આવી જાય છે. રોમાંચક વીડિયોસોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે àª
    ઔર શેર આ જાય   સોશિયલ મીડિયામાં વાયરલ થયો રોમાંચક વીડિયો
Advertisement
ઘણી વખત માનવ વસતીમાં વન્ય પ્રાણીઓ આવી જતા હોય છે. જંગલમાં રસ્તા પરથી પસાર થઇ રહ્યા હોવ અને સામે વન્ય પ્રાણી આવી જાય તો ભલભલો વ્યક્તિ થંભી જાય છે. સોશિયલ મીડિયા (Social Media)માં હમણાં હમણાં આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે જેમાં કાર અને બાઇક પર કેટલીક વ્યક્તિઓ પસાર થતી હોય છે ત્યારે જ રસ્તામાં તેમની સામે વાઘ (Tiger) આવી જાય છે. 
રોમાંચક વીડિયો
સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, જંગલમાંથી પસાર થતા રસ્તા પર અચાનક વાઘ કેવી રીતે આવે છે. આ દરમિયાન એક કાર સવારની સાથે બે બાઇક સવારો વાઘની સામે આવી જાય છે, જેને જોઈને ડરના કારણે બાઇક સવાર યુવકોના હોશકોશ ઉડી જાય છે.

રસ્તામાં જ આવ્યો વાઘ
આ ચોંકાવનારા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વાઘ ચાલતા ચાલતા રસ્તાની વચ્ચે પહોંચે છે, જ્યારે સામેથી એક બાઇક સવાર તેની નજીક પહોંચવા જતો હતો ત્યારે તેની નજર વાઘ પર પડે છે. સદનસીબે, બાઇક સવાર સમયસર બ્રેક લગાવી દે છે અને તરત જ બાઇક પાછી ખેંચી લે છે.   આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ ડરના કારણે લોકોની હાલત ખરાબ થઈ રહી છે.

ટ્વિટર પર વાયરલ થયો વીડિયો
IFS ઓફિસરે  આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોતાના હેન્ડલથી શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં 134.1K વ્યૂઝ મળ્યા છે, જ્યારે ત્રણ હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. વીડિયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×