Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય, અનાથ થયેલા બાળક પર દાદાનો હક કે નાનાનો?

માતા પિતાનું મૃત્યુ થાય તો અનાથ બાળક પર દાદા-દાદી કે નાના-નાની કોનો હક હોય છે? આ અંગે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોરોનામાં માતા-પિતાને ગુમાવનાર બાળકના ઉછેરની જવાબદારી માતા-પિતાને બદલે દાદા-દાદીને આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ કેસ ગુજરાતનો છે. આ બાળક કોરોના મહામારી દરમિયાન અનાથ બની ગયો હતો. ત્યારબાદ બાળકની જવાબદારીને લઈને દાદા-દાદી અને નાના-નાની વચ્ચે à
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય  અનાથ થયેલા બાળક પર દાદાનો હક કે નાનાનો
Advertisement
માતા પિતાનું મૃત્યુ થાય તો અનાથ બાળક પર દાદા-દાદી કે નાના-નાની કોનો હક હોય છે? આ અંગે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોરોનામાં માતા-પિતાને ગુમાવનાર બાળકના ઉછેરની જવાબદારી માતા-પિતાને બદલે દાદા-દાદીને આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ કેસ ગુજરાતનો છે. આ બાળક કોરોના મહામારી દરમિયાન અનાથ બની ગયો હતો. ત્યારબાદ બાળકની જવાબદારીને લઈને દાદા-દાદી અને નાના-નાની વચ્ચે વિવાદ થયો હતો અને મામલો સુપ્રીમ સુધી પહોંચ્યો હતો. 
આ કેસ શું છે?
ગુજરાતમાં 2021માં જ્યારે કોરોનાની બીજી લહેર ચરમસીમાએ હતી ત્યારે આ બાળકના પિતાનું 13 મેના રોજ અને ત્યારબાદ 12 જૂનના રોજ તેની માતાનું અવસાન થયું હતું. માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે તેના નાના-નાની બાળકને અમદાવાદથી તેના દાદા-દાદીના ઘરેથી દાહોદ લાવ્યા હતા. ત્યારબાદથી આ બાળક તેના નાના-નાની પાસે જ છે. તેને દાદા-દાદી પાસે મોકલવામાં નથી આવ્યો. બીજી તરફ, બાળકના સ્વાસ્થ્ય અને શિક્ષણને લઈને ચિંતિત દાદા-દાદીએ તેની કસ્ટડી માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના નિર્ણય બાદ મામલો સુપ્રીમ સુધી પહોંચ્યો હતો. જેમાં હવે સુપ્રીમનો નિર્ણય આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો હતો
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે માતાના પક્ષ કરતાં દાદા-દાદીનો 6 વર્ષના બાળક પર વધુ અધિકાર છે. બાળકના સ્વાસ્થ્ય અને શિક્ષણ અંગે ચિંતિત દાદા-દાદીએ બાળકની કસ્ટડી માંગી હતી. હાઈકોર્ટે બાળકની 46 વર્ષીય માસીને એ આધાર પર કસ્ટડી આપી હતી કે તે અપરિણીત છે, કેન્દ્ર સરકારમાં નોકરી કરે છે અને સંયુક્ત પરિવારમાં રહે છે. ગુજરાત હાઇકોર્ટે તેણીને બાળકના ઉછેર માટે યોગ્ય ગણી હતી. તેનાથી વિપરીત, બંને દાદા દાદી વરિષ્ઠ નાગરિક છે અને દાદાના પેન્શન પર નિર્ભર છે. જો કે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એમ.આર.શાહ અને અનિરુદ્ધ બોઝની ખંડપીઠે માસીને બાળકની કસ્ટડી આપવાના હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દાહોદ કરતાં અમદાવાદમાં શિક્ષણની સુવિધા સારી છે. દાહોદ આદિવાસી વિસ્તાર છે. 46 વર્ષની અપરિણીત માસીની તુલનામાં વરિષ્ઠ નાગરિક દાદા-દાદીને અયોગ્ય ઠેરવવા પર બેન્ચે માસીના વકીલને પૂછ્યું કે 71 અને 63 વર્ષની વયના દાદા-દાદીને તેમના પૌત્રોની કસ્ટડી માટે કેવી રીતે અયોગ્ય ઠેરવી શકાય છે. કોર્ટે કહ્યું ‘વર્તમાન સમયે 71 અને 63 વર્ષની ઉંમર કંઈ નથી. લોકો આ કરતા પણ વધારે ઉંમરે સશક્ત હોય છે.’
Tags :
Advertisement

.

×