Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉત્તર પ્રદેશના એક અધિકારી આતંકવાદી લાદેનને પોતાનો ગુરુ માને છે !

ઉત્તર પ્રદેશના ફરુખાબાદથી  ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વીજળી વિભાગના એક અધિકારી દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનને પોતાનો ગુરુ કહી રહ્યો છે. આટલું જ નહીં, તેણે તેની ઓફિસમાં તેનો ફોટો પણ લગાવ્યો છે.  આખો મામલો ફરુખાબાદના નવાબગંજની ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન ઓફિસનો છે. જ્યાં વેઇટીંગ રુમના કમ્પાઉન્ડમાં લગાવાયેલી આતંકવાદી ઓસામા બિન લાદેનની તસવીર વાયરલ થતાં હોàª
ઉત્તર પ્રદેશના એક અધિકારી આતંકવાદી લાદેનને પોતાનો ગુરુ માને છે
Advertisement
ઉત્તર પ્રદેશના ફરુખાબાદથી  ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વીજળી વિભાગના એક અધિકારી દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનને પોતાનો ગુરુ કહી રહ્યો છે. આટલું જ નહીં, તેણે તેની ઓફિસમાં તેનો ફોટો પણ લગાવ્યો છે. 
 આખો મામલો ફરુખાબાદના નવાબગંજની ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન ઓફિસનો છે. જ્યાં વેઇટીંગ રુમના કમ્પાઉન્ડમાં લગાવાયેલી આતંકવાદી ઓસામા બિન લાદેનની તસવીર વાયરલ થતાં હોબાળો મચી ગયો હતો. ઓફિસમાં ઓસામાના ચિત્રની નીચે આદરણીય ઓસામા બિન લાદેન વિશ્વનો શ્રેષ્ઠ જુનિયર એન્જિનિયર પણ લખાયેલું છે. આની નીચે SDO રવિન્દ્ર પ્રકાશ ગૌતમનું નામ છે.
અન્ય એક વરિષ્ઠ અધિકારીએ આ મામલે કહ્યું કે  તેમને પણ આ અંગે જાણ થઇ છે. તેની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. કમિટિનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. ફરુખાબાદમાં નવાબગંજ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન ઓફિસ સંકુલના વેઈટિંગ રૂમની દિવાલ પર ઓસામા બિન લાદેનની લગાવાયેલી તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. નવાબગંજની ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન ઓફિસની દિવાલ પર ઓસામાનો ફોટો વાયરલ થયા બાદ તેની માહિતી અન્ય અધિકારીઓ સુધી પહોંચી છે. આ ફોટો વાયરલ થયા બાદ ફોટો હટાવી દેવામાં આવ્યો છે.
જો કે જે અધિકારીએ આ ફોટો લગાવ્યો હતો, તેણે કહ્યું કે આતંકી ઓસામા બિન લાદેન અમારો ગુરુ છે. જો ફોટો દૂર કરવામાં આવશે, તો તે ફરીથી લગાવાશે.  આ ચિત્ર મેં ઓફિસમાં મૂક્યું હતું. ફરુખાબાદથી બહાર આવેલા આ કિસ્સાએ સમગ્ર વિસ્તારમાં હલચલ મચાવી દીધી છે.
Tags :
Advertisement

.

×