Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જ્ઞાનવાપીના વજુખાનાનો જુનો વિડીયો થયો વાયરલ, લોકો કહી રહ્યાં છે જુઓ શું દેખાય છે શિવલિંગ કે ફુવારો?

જ્ઞાનવાપી મસ્જિદનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયાપર જોત જોતાંમાં વાયરલ થઇ રહ્યો છે.  આ જૂના વીડિયોમાં પથ્થર પણ દેખાઈ રહ્યો છે, જેને હિંદુ પક્ષ જેને શિવલિંગ કહે છે, જ્યારે મુસ્લિમ પક્ષ  તેને ફુવારા તરીકે સાબિત કરવામાં વ્યસ્ત છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો વજુખાનાની સફાઈ કરતા જોવા મળે છે. કેટલાક લોકો સફાઈ કરી રહ્યા છે તો કેટલાક પાઈપ વડે પાણ
જ્ઞાનવાપીના વજુખાનાનો જુનો વિડીયો થયો વાયરલ  લોકો કહી રહ્યાં છે જુઓ શું દેખાય છે શિવલિંગ કે ફુવારો
Advertisement
જ્ઞાનવાપી મસ્જિદનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયાપર જોત જોતાંમાં વાયરલ થઇ રહ્યો છે.  આ જૂના વીડિયોમાં પથ્થર પણ દેખાઈ રહ્યો છે, જેને હિંદુ પક્ષ જેને શિવલિંગ કહે છે, જ્યારે મુસ્લિમ પક્ષ  તેને ફુવારા તરીકે સાબિત કરવામાં વ્યસ્ત છે. 
આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો વજુખાનાની સફાઈ કરતા જોવા મળે છે. કેટલાક લોકો સફાઈ કરી રહ્યા છે તો કેટલાક પાઈપ વડે પાણી રેડતાં જોવા મળે છે. આ દરમિયાન તે કથિત શિવલિંગ પણ મોબાઈલમાં જોવાં મળે છે.  જેને લઈને વિવાદ થયો છે. 

કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે જ્યારે કોર્ટ કમિશનરની આગેવાનીમાં ટીમ વઝુખાના પહોંચી તો આ જગ્યા પરથી પાણી હટાવીને તપાસ કરવામાં આવી હતી. કાશી વિશ્વનાથ ધામની આસપાસના લોકોને જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવા અંગેના દાવાની જાણ થતાં જ તેઓ આનંદમાં હર હર મહાદેવના નારા લગાવવા લાગ્યા હતાં. આખા દેશમાં એક જ વાત છે કે બાબા મિલ ગયે! સરવે પૂર્ણ થયા બાદ ચોક વિસ્તારમાં એકઠા થયેલા લોકોએ જણાવ્યું કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે બાબાએ પ્રત્યક્ષ દર્શન આપ્યાં છે. લાંબી લડત બાદ આ સફળતા મળી છે.
પોલીસે ચોક પોલીસ સ્ટેશન પાસે મેદાગીન તરફ અને બાંસફાટથી ગોદૌલિયા તરફ બેરિકેડ કરી સામાન્ય લોકોની અવરજવરને અહીં સરક્ષાના કારણે પ્રતિબંધિત કરી છે. ગઇ કાલે સવારે 10.30 વાગ્યે ફરિયાદી સોહનલાલ આર્ય બહાર આવ્યા અને 'બાબા મિલ ગયે' કહ્યું. આ પછી હર હર મહાદેવનો નાદ શરૂ થયો.
જ્ઞાનવાપી મસ્જિદમાં સરવે બાદ હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે વઝુખાનામાંથી શિવલિંગ મળી આવ્યું છે. ત્યારબાદ રાજકારણ પણ ગરમાયું છે તો બીજી તરફ બંને પક્ષોએ એકબીજાને ખોટા સાબિત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આ દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદનો કથિત વીડિયો પણ સામે આવ્યો છે. આ જૂના વીડિયોમાં તે સાફ  દેખાઈ રહ્યું છે, જેને હિંદુ પક્ષ શિવલિંગ કહે છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને ફુવારો ગણાવી રહ્યું છે. જો કે સત્ય શું છે તે તો કોર્ટના નિર્ણય બાદ જ નક્કી થશે. 
Advertisement
Tags :
Advertisement

.

×