Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vice President : ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગે જાહેરાત

7 ઓગસ્ટે નોટિફિકેશન બહાર પડાશે 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી કરી શકાશે જગદીપ ધનખડના રાજીનામાથી પદ ખાલી Vice Presidential Election: ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ યોજાશે. 21 જુલાઈના રોજ જગદીપ ધનખડના અચાનક...
Advertisement
  • 7 ઓગસ્ટે નોટિફિકેશન બહાર પડાશે
  • 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી કરી શકાશે
  • જગદીપ ધનખડના રાજીનામાથી પદ ખાલી

Vice Presidential Election: ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ યોજાશે. 21 જુલાઈના રોજ જગદીપ ધનખડના અચાનક રાજીનામાને કારણે ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હતું અને આ ચૂંટણી યોજવી જરૂરી બની ગઈ હતી. ધનખડે સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 7 થી 21 ઓગસ્ટ સુધી નામાંકન દાખલ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 22 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. ઉમેદવારો 25 ઓગસ્ટ સુધી પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકશે. 9 સપ્ટેમ્બરના રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે અને તે જ દિવસે રાત્રે પરિણામો જાહેર કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement

.

×