ભૂખમરાના સંકટનો સામનો કરી રહેલા નાઈજીરિયામાં વધુ એક સંકટ, પૂરના કારણે 600થી વધુ લોકોના મોત
ભૂખમરાના વિનાશક સંકટનો સામનો કરી રહેલું નાઈજીરિયા હાલમાં વિનાશક પૂરનો સામનો કરી રહ્યું છે. સુત્રોની માનીએ તો, અહીં આવેલા પૂરના કારણે 600થી વધુ લોકોના મોત થયા છે જ્યારે લાખો લોકો વિસ્થાપિત થયા છે. સમગ્ર ઘટના અંગે નાઈજીરિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટરે જણાવ્યું કે, પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્રમાં પૂરના કારણે તબાહી મચી ગઇ છે. તેમણે વધુમાં કહ્યું કે, દેશના મોટાભાગના રાજ્યો અનેક ચેતવàª
Advertisement
ભૂખમરાના વિનાશક સંકટનો સામનો કરી રહેલું નાઈજીરિયા હાલમાં વિનાશક પૂરનો સામનો કરી રહ્યું છે. સુત્રોની માનીએ તો, અહીં આવેલા પૂરના કારણે 600થી વધુ લોકોના મોત થયા છે જ્યારે લાખો લોકો વિસ્થાપિત થયા છે. સમગ્ર ઘટના અંગે નાઈજીરિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટરે જણાવ્યું કે, પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્રમાં પૂરના કારણે તબાહી મચી ગઇ છે. તેમણે વધુમાં કહ્યું કે, દેશના મોટાભાગના રાજ્યો અનેક ચેતવણીઓ આપ્યા છતા સંપૂર્ણ રીતે તૈયાર નથી.
ભૂખમરાના વિનાશક સંકટનો સામનો કરી રહ્યુ છે નાઈજીરિયા
નાઈજીરિયામાં આ ભયાનક દુર્ઘટનામાં 13 લાખથી વધુ લોકો બેઘર બનીને રસ્તા પર રહેવા મજબૂર છે. અગાઉ 2012મા દેશને પૂરનો સામનો કરવો પડ્યો હતો, જેમાં 21 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા અને 363 લોકોના મોત થયા હતા. યુનાઈટેડ નેશન્સનું કહેવું છે કે, નાઈજીરિયા વિશ્વના તે છ દેશોમાં સામેલ છે જે ભૂખમરાના વિનાશક સંકટનો સામનો કરી રહ્યા છે. નાઈજીરિયાના માનવતાવાદી બાબતો અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સાદિયા ઓમર ફારુકે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે સ્થાનિક અધિકારીઓને સૌથી વધુ જોખમવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા જણાવ્યું હતું.
લાખો મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા
નાઈજીરિયામાં છેલ્લા એક દાયકામાં આ સૌથી ભયાનક પૂર છે. પૂરના કારણે લગભગ 13 લાખ લોકો વિસ્થાપિત થયા છે જ્યારે બે લાખથી વધુ મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, પૂર નવેમ્બરના અંત સુધી ચાલુ રહેવાની ધારણા છે. નાઈજીરિયામાં દર વર્ષે વરસાદની મોસમમાં હળવા પૂરનો અનુભવ થાય છે, આ વર્ષે તે ખૂબ જ ખરાબ રહ્યું છે.
જાણો શું છે નુકસાનમાં વધારા પાછળનું કારણ
દેશમાં વિનાશક પૂર માટે ભારે વરસાદ અને વાતાવરણમાં ફેરફારને કારણભૂત ગણવામાં આવે છે. જોકે, નિષ્ણાતોના મતે નબળા આયોજન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે નુકસાનમાં વધારો થયો છે. મકાનો ઉપરાંત ખેતીને પણ વ્યાપક નુકસાન થયું છે. નાઈજીરિયાના 36માંથી 27 રાજ્યો પૂરથી પ્રભાવિત થયા છે. નાઈજીરિયાની હવામાન એજન્સીએ ચેતવણી આપી છે કે દેશના દક્ષિણમાં આવેલા કેટલાક રાજ્યોમાં નવેમ્બરના અંત સુધી પૂર ચાલુ રહી શકે છે.


