Ahmedabad માં લાગી ફરી ભીષણ આગ
અમદાવાદના મેમનગર વિસ્તારમાં પૂર્વી એપાર્ટમેન્ટમાં આગની ઘટના બની. સવારે 11:00 કલાકે આગ લાગવાના કારણે ગેસનો બાટલો ફૂટ્યો, જેનો અવાજ આસપાસની સોસાયટીને વિસ્તારમાં થયો. જેના કારણે લોકોમાં ડર અને અફરાતફરીનો માહોલ સર્જાયો. પૂર્વી એપાર્ટમેન્ટમાં આઠમા માળે એક ફ્લેટમાં આગ લાગી હતી. જે આસપાસના ફ્લેટમાં પણ પ્રસરી ગઈ હતી. આગ વિકરાળ હોવાના કારણે તેના ધુમાડા ઉપર સુધી જોવા મળ્યા. આગ ઝડપથી પ્રસરી જવાના કારણે ફ્લેટમાં હાજર લોકોને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા અને ઉપરના માળે રહેતા લોકોને સુરક્ષિત ટેરેસ પર લઈ જવામાં આવ્યા. અંદાજે 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ટેરેસ પર 10 જેટલા લોકોને લઈ જવામાં આવ્યા, જે પૈકી પાટ લોકોને હાઇડ્રોલિક ક્રેનની મદદથી નીચે ઉતારવામાં આવ્યા. આગની ઘટનાની ગંભીરતાના જોતા ફાયર વિભાગના અધિકારીઓ ઉપરાંત પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયરની 10 જેટલી ગાડીઓ અને અંદાજે 30થી વધારે ફાયરના કર્મચારી અને અધિકારીઓની મદદથી આગની ઘટના પર કાબુ મેળવવામાં આવ્યો.


