Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જમ્મુ કાશ્મીરમાં હત્યાનો વધુ એક બનાવ, કુલગામમાં બેંક મેનેજરની હત્યા

જમ્મુ કાશ્મીરમાં હિંદુઓની હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. હજુ ગઇકાલે જ સરકાર દ્વારા રિમોટ એરિયામાં કામ કરતાં કેન્દ્રીય કર્મચારીઓને સેન્ટર હેડક્વાટર્સ ખાતે ખસેડવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે ફરી એકવાર ગુરુવારે કાશ્મીરના કુલગામમાં બેંક મેનેજરની હત્યાનો મામલો સામે આવ્યો છે. બેંક મેનેજર રાજસ્થાનના વતની હતા. ફાયરિંગ કરીને એક હિન્દુ બેંકમેનેજરની હત્યા કરવામાં આવી છે. આ પહેલાં
જમ્મુ કાશ્મીરમાં હત્યાનો વધુ એક બનાવ  કુલગામમાં બેંક મેનેજરની હત્યા
Advertisement
જમ્મુ કાશ્મીરમાં હિંદુઓની હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. હજુ ગઇકાલે જ સરકાર દ્વારા રિમોટ એરિયામાં કામ કરતાં કેન્દ્રીય કર્મચારીઓને સેન્ટર હેડક્વાટર્સ ખાતે ખસેડવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે ફરી એકવાર ગુરુવારે કાશ્મીરના કુલગામમાં બેંક મેનેજરની હત્યાનો મામલો સામે આવ્યો છે. બેંક મેનેજર રાજસ્થાનના વતની હતા. ફાયરિંગ કરીને એક હિન્દુ બેંકમેનેજરની હત્યા કરવામાં આવી છે. આ પહેલાં કુલગામમાં હિંદુ મહિલા શિક્ષકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કહેવાઇ રહ્યું છે કે વિજયકુમાર કુલગામમાં મોહનપોરામાં એક ગ્રામીણ બેંકમાં મેનેજર તરીકે કાર્યરત હતાં. 
સરકારી કર્મચારીઓને નિશાન બનાવી રહ્યાં છે આંતકવાદીઓ
ઘાટીમાં આંતકી એક પછી એક હિંદુ નાગરિકો અને ખાસ કરીને સરકારી કર્મીઓને નિશાન બનાવી રહ્યાં છે. તાજેતરમાં, બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા અને કુલગામમાં એક મહિલા શિક્ષકની હત્યાના વિરોધમાં પણ મોટા પાયે દેખાવો થયા હતા. કાશ્મીરી પંડિતોની માગ હતી કે તમામ સ્થળાંતરિત સરકારી કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવામાં આવે.
 
6 જૂન સુધીમાં ખીણમાં લધુમતીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનો આદેશ
સરકારે આ મુદ્દે તુરંત નિર્ણય પણ કર્યો જેમાં તમામ હિંદુ કર્મચારીઓને સલામત સ્થળે મુકવામાં આવશે. આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, બુધવારે, વડા પ્રધાનના વિશેષ પેકેજ હેઠળ, જમ્મુ પ્રશાસને કાશ્મીરમાં તૈનાત પ્રવાસીઓ અને સ્થળાંતર  ડિવિઝનના અન્ય કર્મચારીઓને 6 જૂન સુધીમાં ખીણમાં સુરક્ષિત સ્થળોએ ખસેડવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો હતો. આ આદેશ અનુસાર, કાશ્મીર ડિવિઝનમાં PM પેકેજ હેઠળ લઘુમતીઓને પોસ્ટ કરવામાં આવી છે. સંદિગ્ધન સ્થળે કામ કરતાં કર્મચારીઓને તુરંત સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવશે.
ખીણમાં હત્યાઓ અટકી રહી નથી
31 મે- કુલગામના ગોપાલપોરામાં આતંકવાદીઓએ એક હિંદુ શિક્ષકની ગોળી મારીને હત્યા કરી હતી
25 મે 2022 - કાશ્મીરી ટીવી કલાકાર અમીરા ભટ્ટની ગોળી મારી હત્યા.
24 મે 2022- આતંકવાદીઓએ પોલીસકર્મીની ગોળી મારી હત્યા કરી. આ હુમલામાં 7 વર્ષની બાળકીને ઈજા થઈ હતી.
17 મે 2022- આતંકવાદીઓએ બારામુલ્લામાં વાઈન શોપ પર ગ્રેનેડ ફેંક્યો. આ હુમલામાં રણજીત સિંહનું મોત થયું હતું. અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.
12 મે 2022 - કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની બડગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. આતંકવાદીઓ તેમની ઓફિસમાં ઘૂસીને ગોળીબાર કર્યો.
12 મે 2022- પુલવામામાં પોલીસકર્મી રિયાઝ અહેમદ ઠાકોરની ગોળી મારી હત્યા.
9 મે 2022 - શોપિયાંમાં આતંકવાદીઓના ગોળીબારમાં એક નાગરિકનું મોત. જેમાં એક જવાન સહિત બે ઘાયલ થયા 
2 માર્ચ, 2022- આતંકવાદીઓએ કુલગામના સાંડુમાં પંચાયતના સભ્યની ગોળી મારીને હત્યા કરી નાખી.
Tags :
Advertisement

.

×