Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુંદ્રાથી પકડાયેલ ડ્રગ્સ કેસમાં NIAને વધુ એક સફળતા, ત્રણ આરોપીની કરી ધરપકડ

દેશભરમાં હાહાકાર મચાવનાર મુન્દ્રાના 21 હજાર કરોડના ડ્રગ્સ કાંડ મામલે NIAની  કાર્યવાહી યથાવત રહેવા પામી છે. આ પ્રકરણમાં NIAએ વધુ ૩ આરોપીને દબોચી લીધા છે. NIAએ  સાઉથ દિલ્લીથી અફઘાનિસ્તાનના નાગરિક રાહ મતુલ્લાહની ધરપકડ કરી લીધી  છે.  જે આરોપી રાહ મતુલ્લાહની પુછપરછમાં 8-10 મહિના પહેલા જ ભારત આવ્યો હોવાનું સામે આવ્યું હતું. વધુમાં હરિયાણા અને દિલ્લીના શખ્સની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.  મહત્à
મુંદ્રાથી પકડાયેલ ડ્રગ્સ કેસમાં  niaને વધુ એક સફળતા  ત્રણ આરોપીની કરી ધરપકડ
Advertisement

દેશભરમાં હાહાકાર મચાવનાર મુન્દ્રાના 21 હજાર કરોડના ડ્રગ્સ કાંડ મામલે NIAની  કાર્યવાહી યથાવત રહેવા પામી છે. આ પ્રકરણમાં NIAએ વધુ ૩ આરોપીને દબોચી લીધા છે. NIAએ  સાઉથ દિલ્લીથી અફઘાનિસ્તાનના નાગરિક રાહ મતુલ્લાહની ધરપકડ કરી લીધી  છે.  જે આરોપી રાહ મતુલ્લાહની પુછપરછમાં 8-10 મહિના પહેલા જ ભારત આવ્યો હોવાનું સામે આવ્યું હતું. વધુમાં હરિયાણા અને દિલ્લીના શખ્સની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.  મહત્વનું છે કે ધરપકડ કરાયેલો હરિયાણાનો ઈશ્વરસિંહ ડ્રગ્સ ડિસ્ટ્રિબ્યુટર હોવાનું ખૂલ્યું છે.

ઑક્ટોબર 2021માં મુન્દ્રા નજીકથી 21 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જે તપાસ દરમિયાન ત્રણ હજાર કિલો સફેદ પાઉડર અફઘાનિસ્તાનથી થઈને કચ્છના મુન્દ્રા બંદરે પહોચ્યો હોવાનું સામે આવ્યું હતું. ચાર કન્ટેનર્સમાંથી સંદિગ્ધ એવા બે કન્ટેનર્સમાંથી  મોટા પ્રમાણમાં કેફી પદાર્થ જણાતા દેશની તમામ એજન્સીઓ સતર્ક થઇ ગઈ હતી.  ત્યારબાદ NIA ડ્રગ્સને લઈને આંતર રાષ્ટ્રીય કનેક્શનસની ગહનતા પૂર્વક તપાસ કરી હતી. જે તે સમયે 21 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આન્ધ્ર પ્રદેશના વિશાખાપટનમ નાં એક દંપતી સહીત લગભગ 8 શખ્સોની ડ્રગ્સ કાંડમાં ધરપકડ થઇ હતી. 

Advertisement

Advertisement



મુન્દ્રામાં અદાણી પોર્ટ પરથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જે દરમિયાન  સુરક્ષા એજન્સીઓ ટૂંકા સમયમાં ડ્રગ્સની દુનિયામાં નામ કરી દેનાર કચ્છના શાહિદ સુમરાની એનઆઇએ (નેશનલ સિક્યોરિટી એજન્સી)એ ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી હતી. બીજી તરફ જે તે સમયે આ પ્રકરણમાં ચેન્નઈથી આયાતકાર દંપતી એમ. સુધાકર અને દુર્ગા વૈશાલીની ધરપકડ કરીને ભૂજની જેલ હવાલે કર્યા હતા. આ ઉપરાંત દિલ્હીથી બે અફઘાનિસ્તાની અને અન્ય એક વ્યક્તિની આ પ્રકરણમાં સંડોવણી માટે અટકાયત કરાયાનું સામે આવ્યું હતું.   
Tags :
Advertisement

.

×