સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ, વન વિભાગે આરોપીને ઝડપી લીધો
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ગીર સોમનાથજીલ્લાના ગીરગઢડા તાલુકાની છે જ્યાં બાબરીયા રેન્જમાં સિંહ સાથે હેરાનગતિ કરવાનો વિડીયો સામે આવ્યો. આ વીડીયોમાં જોઈ શક્ય કે ડાલા મથ્થાને મરઘીનું પ્રલોભન આપી લાયન શો આગળ બોલાવવામાં આવે છે. અગાઉ પણ મરઘીનું પ્રલોભન...
Advertisement
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ગીર સોમનાથજીલ્લાના ગીરગઢડા તાલુકાની છે જ્યાં બાબરીયા રેન્જમાં સિંહ સાથે હેરાનગતિ કરવાનો વિડીયો સામે આવ્યો. આ વીડીયોમાં જોઈ શક્ય કે ડાલા મથ્થાને મરઘીનું પ્રલોભન આપી લાયન શો આગળ બોલાવવામાં આવે છે.
અગાઉ પણ મરઘીનું પ્રલોભન આપી પજવણી કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે બાબરીયા રેન્જમાં લાયન શો કરનાર ફરાર આરોપી ઇલીયાસ અદ્રેમાનને વનવિભાગે ઝડપી પાડ્યો હતો અને સાજીદ તથા ઈલિયાસને ગીરગઢડા કોર્ટમાં રજુ કરી ચાર દીવસના રીમાન્ડ મેળવ્યા હતા. ભૂતકાળમાં પણ ઇલીયાસ દ્વારા સિંહની પજવણી કરી છે ત્યારે સવાલ એ ઉભા થાય કે કેમ જંગલી પ્રાણી સામે માણસ જંગલી કેમ બની રહ્યા છે. ગુજરાતના ગૌરવની પજવણી કરનાર આરોપીઓ પર ક્યારે સખ્ત પગલા લેવાશે તે જોવાનું રહ્યું
Advertisement
Advertisement


