AMTSની 64 નંબરની બસમાં બેફામ લુખ્ખા તત્વો, જાણો શું છે સમગ્ર ઘટના
રાજ્યમાં તહેવારોની સિઝન ચાલી રહી છે લોકો બજારોમાં ખરીદી કરવા ઉમટી રહ્યાં છે. અમદાવાદ શહેરની બજારોમાં પણ ખરીદી માટેની ભીડ દેખાઈ રહી છે. આ ભીડનો લાભ અસામાજીક તત્વો ઉઠાવી રહ્યાં હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.શહેરની AMTS બસોમાં તહેવાર ટાણે અસામાજીક તત્વો બેફામ બન્યા છે. ગત 19મી ઓક્ટોબરે લાલ દરવાજાથી હાઈકોર્ટે જતી 64 નંબરના રૂટની AMTSની બસમાં એક મહિલા બેસી હતી. બસ થોડી આગળ વધી ત્યાં 4
Advertisement
રાજ્યમાં તહેવારોની સિઝન ચાલી રહી છે લોકો બજારોમાં ખરીદી કરવા ઉમટી રહ્યાં છે. અમદાવાદ શહેરની બજારોમાં પણ ખરીદી માટેની ભીડ દેખાઈ રહી છે. આ ભીડનો લાભ અસામાજીક તત્વો ઉઠાવી રહ્યાં હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
શહેરની AMTS બસોમાં તહેવાર ટાણે અસામાજીક તત્વો બેફામ બન્યા છે. ગત 19મી ઓક્ટોબરે લાલ દરવાજાથી હાઈકોર્ટે જતી 64 નંબરના રૂટની AMTSની બસમાં એક મહિલા બેસી હતી. બસ થોડી આગળ વધી ત્યાં 4 થી 5 લુખ્ખા તત્વો બસમાં સવાર થયા હતા. બાદમાં તેમણે એક બાદ એક બસમાં સવાર મુસાફરોના પોકેટ મારવાની શરૂઆત કરી હતી.
ધોળા દિવસે ચાલી પહેલી આ ઘટના નરી આંખે જોનાર મહિલા કન્ડક્ટર પાસે મદદ માંગી તો તેણે મદદ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. તેથી મહિલા બસમાંથી કુદી ગઈ અને પોતાની જાતે જ પોતાનો બચાવ કર્યો.
ગુજરાત ફર્સ્ટે આ ઘટના મામલે મહિલાની વાત જાણી, જુઓ આ અહેવાલ....


