Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ લગ્નના સ્પેશિયલ ફંક્શનમાં હાજરી આપી

વિરાટ કોહલી આ દિવસોમાં IPLમાં વ્યસ્ત છે. તે જ સમયે તેની સાથે અનુષ્કા શર્મા પણ હાજર છે. અભિનેત્રી પણ તેમની મેચ જોવા જાય છે. જો કે, ક્રિકેટરો અને તેમની સાથેના પરિવારના સભ્યોને પણ કોવિડના કારણે બબલમાં જીવવું પડે છે.  ગ્લેન મેક્સવેલ અને વિની રમનની મેરેજ પાર્ટીહવે આ દરમિયાન અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લગ્નના ફંક્શનમાં પહોંચ્યા હતા. આ ફંક્શન ગ્લેન મેક્સવેલ અને વિની રમનના લગ્ન અંગેનો છà
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ લગ્નના સ્પેશિયલ ફંક્શનમાં હાજરી આપી
Advertisement
વિરાટ કોહલી આ દિવસોમાં IPLમાં વ્યસ્ત છે. તે જ સમયે તેની સાથે અનુષ્કા શર્મા પણ હાજર છે. અભિનેત્રી પણ તેમની મેચ જોવા જાય છે. જો કે, ક્રિકેટરો અને તેમની સાથેના પરિવારના સભ્યોને પણ કોવિડના કારણે બબલમાં જીવવું પડે છે. 
 
ગ્લેન મેક્સવેલ અને વિની રમનની મેરેજ પાર્ટી
હવે આ દરમિયાન અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લગ્નના ફંક્શનમાં પહોંચ્યા હતા. આ ફંક્શન ગ્લેન મેક્સવેલ અને વિની રમનના લગ્ન અંગેનો છે. આ કપલે તાજેતરમાં જ લગ્ન કર્યા હતા, પરંતુ હવે તેમણે ટીમ મેક્સવેલ માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. જોકે આ પાર્ટી બબલમાં જ થઈ છે. આ પાર્ટીમાં ખાસ અનુષ્કા અને વિરાટ એક સાથે ટ્રેડિશનલ લુકમાં  પહોંચ્યા હતા. અભિનેત્રીએ આ દરમિયાન કેટલાંક ફોટો પણ તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા હતાં.  ફોટોમાં તમે જોશો કે અનુષ્કાએ પિંક કલરનો સૂટ પહેર્યો છે અને વિરાટે બ્લૂ કલરનો કુર્તો અને વ્હાઇટ કલરનો પાયજામા પહેર્યો છે. ફોટો શેર કરવાની સાથે અનુષ્કાએ લખ્યું, 'વેડિંગ ફંક્શનમાં પણ બબલ. હવે મને લાગે છે કે મેં બબલમાં દરેક ફંક્શન સેલિબ્રેટ કરવું જોઇએ.  અનુષ્કાની આ પોસ્ટ પર ફેન્સથી લઈને સેલેબ્સ સુધી બધાં પ્રેમની વરસાવી રહ્યાં છે.  
અનુષ્કાની વાપસીની તૈયારી
અનુષ્કા ટૂંક સમયમાં ફિલ્મોમાં પણ કમબેક કરી રહી છે. તે ટૂંક સમયમાં ફિલ્મ ચકડા એક્સપ્રેસમાં જોવા મળશે. આ ફિલ્મમાં અનુષ્કા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ઝુલન ગોસ્વામીની ભૂમિકા ભજવશે. અનુષ્કા આ ફિલ્મ માટે ખૂબ મહેનત પણ કરી રહી છે. તે તેની પ્રેક્ટિસના વીડિયો પણ શેર કરે છે. બાય ધ વે, આ ફિલ્મ દ્વારા અનુષ્કા લાંબા સમય પછી ફિલ્મોમાં અભિનય કરતી જોવા મળશે. તે છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કેટરિના કૈફ અને અનુષ્કા મુખ્ય ભૂમિકામાં હતા. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હવે ચાહકો અનુષ્કાને લાંબા સમય બાદ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. બાય ધ વે, અનુષ્કાની આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
Advertisement
Tags :
Advertisement

.

×