Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે બ્રેન્ડન મેક્કુલમની વરણી

ન્યૂઝીલેન્ડ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમની ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ગુરુવારે 12 મેના રોજ જાહેરાત કરી છે. ટેસ્ટ ફોર્મેટમાં ઈંગ્લેન્ડના ખરાબ પરિણામો બાદ તેની નિમણૂક કરવામાં આવી છે. ટેસ્ટ હેડ કોચ તરીકે બ્રેન્ડન મેક્કુલમની નિમણૂક સિવાય ટીમમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ટીમના કેપ્ટનમાં પણ ફેર
ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે બ્રેન્ડન
મેક્કુલમની વરણી
Advertisement

ન્યૂઝીલેન્ડ ટીમના
ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમની ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે
નિમણૂક કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ગુરુવારે
12 મેના રોજ જાહેરાત કરી છે. ટેસ્ટ
ફોર્મેટમાં ઈંગ્લેન્ડના ખરાબ પરિણામો બાદ તેની નિમણૂક કરવામાં આવી છે. ટેસ્ટ હેડ
કોચ તરીકે બ્રેન્ડન મેક્કુલમની નિમણૂક સિવાય ટીમમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે.
ટીમના કેપ્ટનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રોબ કીને પુરૂષોની ટીમના મેનેજિંગ
ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ટેસ્ટ ફોર્મેટની કપ્તાની બેન
સ્ટોક્સને સોંપનાર પ્રથમ વ્યક્તિ હતા. આ પહેલા જો રૂટ ટેસ્ટ ટીમના કેપ્ટન હતા.
પરંતુ સતત ખરાબ પ્રદર્શનને કારણે તેણે ટીમમાંથી હટી જવાનો નિર્ણય
લીધો છે. જો રૂટે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું
, જ્યાં ઈંગ્લિશ ટીમ 1-0થી હારી ગઈ હતી.

Say hello to our new boss! 👋@Bazmccullum | #EnglandCricket pic.twitter.com/T6CiX5OgE5

— England Cricket (@englandcricket) May 12, 2022" title="" target="">javascript:nicTemp();

ઈંગ્લેન્ડની ટીમ
છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શન કરી રહી છે. જેના પગલે હવે ટીમમાં અનેક ફેરફાર
કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા નવા કેપ્ટનની જાહેરાત પછી આજે હેડ કોચની પણ
જાહેરાત કરવામાં આવી છે.
40 વર્ષીય બ્રેન્ડન મેક્કુલમ જૂનથી કોચનું પદ સંભાળશે. ખાસ વાત એ છે
કે કોચ તરીકે તેની પ્રથમ સીરીઝ તેના જ દેશ ન્યુઝીલેન્ડ સામે હશે.
2 જૂનથી ઈંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામે
ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમવાનું છે. ઉલ્લેખનિય છે કે એશિઝમાં ખરાબ પ્રદર્શનના
કારણે ઈંગ્લેન્ડના પૂર્વ કોચ ક્રિસ સિલ્વરવુડને હટાવી દેવામાં આવ્યા હતા. આ સાથે
જો રૂટે પણ કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી દીધું છે. થોડા સમય પહેલા ઓલરાઉન્ડર બેન
સ્ટોક્સને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
, હવે ટીમને નવા ટેસ્ટ કોચ પણ મળ્યા છે.


બ્રેન્ડન મેક્કુલમ
હાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સના મુખ્ય કોચ છે.
તેઓ અગાઉ કેરેબિયન પ્રીમિયર લીગના ત્રિનિબાગો નાઈટ રાઈડર્સને કોચ
કરી ચૂક્યા છે. બ્રેન્ડન મેક્કુલમ
2012 થી 2016 સુધી ન્યૂઝીલેન્ડ ટીમના ટેસ્ટ કેપ્ટન
પણ હતા. ઈંગ્લેન્ડ ટીમના ટેસ્ટ કોચ બન્યા બાદ બ્રેન્ડન મેક્કુલમે કહ્યું
, હું આ નિમણૂકથી ખૂબ જ ખુશ છું અને ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમ સાથે
જોડાઈને વધુ સારું કામ કરવા ઈચ્છું છું. હું જાણું છું કે આ સમય દરમિયાન ઘણા મોટા
પડકારોનો સામનો કરવો પડશે
, પરંતુ મને ખાતરી છે કે આપણે આ
પડકારોનો સાથે મળીને સામનો કરી શકીશું.

Advertisement
Tags :
Advertisement

.

×