Rajkot ની SNSD સ્કૂલની સામે આવી મનમાની, શિક્ષણ વિભાગે ફટકારી નોટિસ
Rajkot : રાજકોટમાં આવેલી SNSD સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગની મંજૂરી વિના કાલાવડ રોડથી હરીપર ખાતે શાળાનું સ્થળાંતર કરી દેવાયું હોવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે શિક્ષણ વિભાગે શાળા સંચાલકોને નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો છે.
Advertisement
- રાજકોટમાં વધુ એક શાળાની મનમાની સામે આવી
- મંજૂરી વગર શાળા સ્થળાંતર કરી નાખવામાં આવી
- કાલાવડ પર આવેલ SNSD સ્કૂલ કરી દેવાઈ સ્થળાંતરિત
- મંજૂરી વગર શાળા હરીપર સ્થળાંતરિત કરી નાખવામા આવી
- શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને નોટિસ આપવામાં આવી
- શાળા સ્થળાંતરિત અંગે શાળા સંચાલકોને ખુલાસો કરવા હુમલ
- સમગ્ર મામલે ગાંધીનગર શિક્ષણ વિભાગને રિપોર્ટ કરવામાં આવશે
- યોગ્ય જવાબ ન મળે તો શાળા બંધ કરવા સુધીની કરાશે કાર્યવાહી
Rajkot : રાજકોટમાં આવેલી SNSD સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગની મંજૂરી વિના કાલાવડ રોડથી હરીપર ખાતે શાળાનું સ્થળાંતર કરી દેવાયું હોવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે શિક્ષણ વિભાગે શાળા સંચાલકોને નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો છે. આ ગેરકાયદેસર સ્થળાંતર અંગે શાળા સંચાલકોને જવાબ આપવા હુકમ કરવામાં આવ્યો છે, અને સમગ્ર બાબતનો રિપોર્ટ ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગને મોકલવામાં આવશે. જો યોગ્ય જવાબ નહીં મળે તો શાળાને બંધ કરવા સુધીની કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
Advertisement


