Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શૂન્ય

આર્ચીને નાનપણથી લાંબા કાળા વાળ પર ખૂબ ગર્વ હતો. હું એને શાળા માટે બોલાવવા જાઉં ત્યારે તે અરીસા સામે ઊભા રહીને વાળ ઓળ્યા કરતી.કોલેજમાં સુંદર વાળને લીધે આર્ચીને નાટકમાં દેવીના રોલ મળતા ત્યારે મને તેની ખૂબ ઈર્ષા થતી. એના વાળ કેવા ઘટાદાર સુંદર લાંબા! મારા સાવ ટૂંકા ને બરછટ. કેટલાય તેલ, સાબુ, શેમ્પૂ બદલી જોયા પણ પરિણામ શૂન્ય.!આજે દસેક વર્ષ બાદ આર્ચીને હોસ્પિટલમાં કીમોથેરીપી વિભાગમાં જà«
શૂન્ય
Advertisement
આર્ચીને નાનપણથી લાંબા કાળા વાળ પર ખૂબ ગર્વ હતો. હું એને શાળા માટે બોલાવવા જાઉં ત્યારે તે અરીસા સામે ઊભા રહીને વાળ ઓળ્યા કરતી.
કોલેજમાં સુંદર વાળને લીધે આર્ચીને નાટકમાં દેવીના રોલ મળતા ત્યારે મને તેની ખૂબ ઈર્ષા થતી. એના વાળ કેવા ઘટાદાર સુંદર લાંબા! મારા સાવ ટૂંકા ને બરછટ. કેટલાય તેલ, સાબુ, શેમ્પૂ બદલી જોયા પણ પરિણામ શૂન્ય.!
આજે દસેક વર્ષ બાદ આર્ચીને હોસ્પિટલમાં કીમોથેરીપી વિભાગમાં જોઈ.
અમારી બંનેની નજર મળી અને એણે ચાલવામાં ઝડપ વધારી.
- પૂર્વી બાબરીયા
Tags :
Advertisement

.

×