Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બેંક મેનેજરની હત્યા કરનાર આતંકવાદી શોપિંયા એન્કાઉન્ટરમાં માર્યો ગયો

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં બુધવારે એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના કાંજુઇલરમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી ફોર્સ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે જણાવ્યું હતું કે, 'એન્કાઉન્ટમાં માર્યા ગયેલા આતંકવાદà«
બેંક મેનેજરની હત્યા કરનાર આતંકવાદી શોપિંયા એન્કાઉન્ટરમાં માર્યો ગયો
Advertisement
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં બુધવારે એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના કાંજુઇલરમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી ફોર્સ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. 
કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે જણાવ્યું હતું કે, "એન્કાઉન્ટમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ શોપિયાંના જાન મોહમ્મદ લોન તરીકે થઈ છે. અન્ય આતંકવાદી ગુનાઓમાં, તે તાજેતરમાં જ કુલગામ જિલ્લામાં 2 જુલાઈએ બેંક મેનેજર વિજય કુમારની હત્યામાં સામેલ હતો." કુમારે ટ્વીટ કર્યું, “એક આતંકવાદીની ઓળખ શોપિયાંના જાન મોહમ્મદ લોન તરીકે થઈ છે. અન્ય આતંકવાદી કૃત્યોમાં, તે 2 જૂને કુલગામ જિલ્લામાં માર્યા ગયેલા બેંક મેનેજર વિજય કુમારની હત્યામાં સામેલ હતો.

સમગ્ર મામલે કાશ્મીર ઝોન પોલીસે પણ ટ્વીટ કર્યું છે કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે જોડાયેલા બે આતંકવાદીઓ માર્યા ગયા. વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે. આ ઓપરેશન જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદીઓના આતંકવાદી સંગઠન સાથે સંબંધ હતા. આ અથડામણમાં એક પોલીસકર્મીને પણ સામાન્ય ઈજા થઈ હતી.
આ એન્કાઉન્ટરનું વર્ણન કરતાં કાશ્મીર રેન્જના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, મંગળવારે રાત્રે શોપિયાં જિલ્લાના કાંજુઇલરમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ માહિતી બાદ સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ વિસ્તારને કોર્ડન કરીને ઘર-ઘર તપાસ શરૂ કરી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન પોતાને ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યો, ત્યારબાદ જવાનોએ જવાબી કાર્યવાહી કરી. 
Advertisement
Tags :
Advertisement

.

×