Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજસ્થાનના બાડમેરમાં સેનાનું મિગ-21 વિમાન ક્રેશ, 2 પાઇલટના મોત

રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ પ્લેન રાત્રે લગભગ 9 વાગ્યે ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 2 પાઇલટનાં મોત નિપજ્યા છે. દુર્ઘટના પછી વિમાનમાં આગ લાગી ગઈ હતી. વિમાનનો કાટમાળ લગભગ અડધા કિલોમીટર સુધી વિખેરાયો છે. આ વિમાન બાયતુ વિસ્તારના ભીમડા નજીક ટ્રેનિંગ દરમિયાન મિગ ક્રેશ થયું છે. ક્રેશ થયા બાદ પ્રશાસને ટીમ રવાના કરી દીધી છે.ઘટનાના કેટલાંક વીડિયો સામે આવ્યા છે, જેમાં à
રાજસ્થાનના બાડમેરમાં સેનાનું મિગ 21 વિમાન ક્રેશ  2 પાઇલટના મોત
Advertisement

રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ પ્લેન રાત્રે લગભગ 9 વાગ્યે ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 2 પાઇલટનાં મોત નિપજ્યા છે. દુર્ઘટના પછી વિમાનમાં આગ લાગી ગઈ હતી. વિમાનનો કાટમાળ લગભગ અડધા કિલોમીટર સુધી વિખેરાયો છે. આ વિમાન બાયતુ વિસ્તારના ભીમડા નજીક ટ્રેનિંગ દરમિયાન મિગ ક્રેશ થયું છે. ક્રેશ થયા બાદ પ્રશાસને ટીમ રવાના કરી દીધી છે.


Advertisement

ઘટનાના કેટલાંક વીડિયો સામે આવ્યા છે, જેમાં દુર્ઘટના પછી ઘટનાસ્થળે વિમાનના કાટમાળમાં આગ જોવા મળી. જમીન પર એક પાઇલટની બોડી પણ જોવા મળી રહી છે. તેમનું શરીર બળી ગયું છે. નજીકમાં જ તેનો મોબાઈલ પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ પ્રશાસનની સાથે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે.

Advertisement

ગત વર્ષે ડિસેમ્બરમાં વિંગ કમાન્ડરનું મોત નિપજ્યું હતું
ગત વર્ષે 24 ડિસેમ્બરે ભારતીય વાયુસેનાનું એક મિગ-21 ફાઈટર પ્લેન રાજસ્થાનના જેસલમેર પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાઇલટ વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું મોત નિપજ્યું હતું. જે જગ્યાએ જેટ પડ્યું તે સુદાસરી ડેઝર્ટ નેશનલ પાર્કમાં છે અને પાકિસ્તાન બોર્ડરની નજીક છે. આ એરિયા આર્મીના કંટ્રોલમાં છે. તેથી ત્યાં કોઈને જવાની મંજૂરી નથી.

વિમાન લગભગ સાડા 8 વાગ્યે ક્રેશ થયું હતું. વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાએ રેગ્યુલર ઉડાન માટે જેસલમેર એરફોર્સ સ્ટેશનથી ટેકઓફ કર્યું હતું. દુર્ઘટનાની જગ્યા જેસલમેરથી લગભગ 70 કિલોમીટર દૂર છે. ગ્રામીણોના જણાવ્યા મુજબ વિમાનમાં હવામાં જ આગ લાગી ગઈ હતી. જે બાદ તે વિસ્ફોટ સાથે જમીન પર પડ્યું હતું.

ગત વર્ષે ઓગસ્ટમાં પણ થઈ હતી દુર્ઘટના
આ પહેલાં ઓગસ્ટ 2021માં બાડમેરમાં એક મિગ-21 વિમાન ક્રેશ થયું હતું. આ ફાઈટર જેટ ટ્રેનિંગ ઉડાન પર હતું. ટેકઓફ બાદ તેમાં ટેકનિકલ ખરાબીને કારણે પ્લેન એક ઝુંપડા પર પડ્યું હતું. પ્લેન ક્રેશ થવાને કારણે પાઇલટે પોતાને ઈજેક્ટ કરી લીધો હતો.

Tags :
Advertisement

.

×