Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશના પ્રથમ CDS દિવંગત જનરલ બિપિન રાવતને મળ્યું મોટું સમ્માન

ભારતીય સેનાના (Indian Army) પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દિવંગત જનરલ બિપિન રાવતને (General Bipin Rawat) શનિવારે એક સમ્માન આપવામાં આવ્યું છે. અરૂણાચલપ્રદેશના કિબિથૂમાં એક સેન્ય સ્ટેશન અને માર્ગને તેમનું નામ આપવામાં આવ્યું છે.ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરની લોહિત ઘાટી પર સ્થિત સૈન્ય સ્ટેશન હવે જનરલ બિપિન રાવતના નામે ઓળખાશે. તે સિવાય આ પહાડી વિસ્તારના ગામના એક મુખ્ય માર્ગને તેમનું નામ આપવામાં
દેશના પ્રથમ cds દિવંગત જનરલ બિપિન રાવતને મળ્યું મોટું સમ્માન
Advertisement
ભારતીય સેનાના (Indian Army) પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દિવંગત જનરલ બિપિન રાવતને (General Bipin Rawat) શનિવારે એક સમ્માન આપવામાં આવ્યું છે. અરૂણાચલપ્રદેશના કિબિથૂમાં એક સેન્ય સ્ટેશન અને માર્ગને તેમનું નામ આપવામાં આવ્યું છે.
ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરની લોહિત ઘાટી પર સ્થિત સૈન્ય સ્ટેશન હવે જનરલ બિપિન રાવતના નામે ઓળખાશે. તે સિવાય આ પહાડી વિસ્તારના ગામના એક મુખ્ય માર્ગને તેમનું નામ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કર્નલ તરીકે રાવતે કિબિથૂમાં 1999 થી 2000 સુધી બટાલિયન 5/11 ગોરખા રાઈફલ્સની કમાન સંભાળી હતી.
શનિવારે એક કાર્યક્રમમાં અરૂણાચલપ્રદેશના (Arunachal Pradesh) રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રા, મુખ્યમંત્રી પેમા ખાંડૂ, પૂર્વિય સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાણા પ્રતાપ કલિતાએ 22 કિમી લાંબા માર્ગનું નામ જનરલ બિપિન રાવતના નામે રાખ્યું. આ માર્ગ બાલોંગથી કિબિથૂને જોડે છે. કાર્યક્રમમાં જનરલ રાવતની પુત્રીઓ કૃતિકા અને તારિણી સિવાય અનેક સિનિયર અધિકારીઓ પણ સામેલ થયાં. જ્યારે કિબિથુ સૈન્ય શિબિરનું નામ બદલીને જનરલ બિપિન રાવત મિલિટ્રી ગેરીસન કરી દેવામાં આવ્યું છે. આ તકે સૈન્ય કેમ્પ પર સ્થાનિક પાકંપરિક વાસ્તુકલા શૈલીમાં બનેલા એક વિશાળ પ્રવેશદ્વાર અને જનરલ રાવતના એક ભીંત ચિત્રનું અનાવરણ કર્યું હતું.
સેનાએ કહ્યું કે, જનરલ રાવતની દૂરદર્શિતા આ વિસ્તારના માળખાગત વિકાસ તથા સામાજીક પ્રગતીમાં મહત્વપૂર્ણ હતી. ડિસેમ્બર 2021માં જનરલ બિપિન રાવતના આકસ્મિક નિધનથી દેશને પુરી ના શકાય તેવી ખોટ પડી છે. આ નામકરણ સમારોહમાં કિબિથૂ અને વલોંગના નિવાસી પણ સામેલ થયાં. આ સમારોહ ભારતના પહેલા CDSને સાચી શ્રદ્ધાંજલી છે.
Tags :
Advertisement

.

×