Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોધરામાં તબીબોની હડતાળની અસર, 2 મૃતદેહ રઝળી પડયા

રાજયભમાં સરકારી હોસ્પિટલોમાં હાલ તબીબોની  હડતાળ ચાલી રહી છે ત્યારે મંગળવારે ગોધરા સિવિલ હોસ્પિટલમાં 2 મૃતદેહો પીએમ કર્યા વગર રઝળી પડ્યા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલના પી એમ રૂમમાં છેલ્લા 12 કલાક ઉપરાંતના સમયથી 2 મૃતદેહો ડોકટરના અભાવે પી એમ વગર રઝળી પડ્યા હતા. હડતાળનું બહાનું આગળ ધરી ઇમરજન્સી સેવામાં કાર્યરત તબીબે પરિવારજનો સાથે ઉદ્ધતાઈ ભર્યા વર્તન કર્યાનો આક્ષેપ કર્યો હતો. આરોગ્à
ગોધરામાં તબીબોની હડતાળની અસર  2 મૃતદેહ રઝળી પડયા
Advertisement

રાજયભમાં સરકારી હોસ્પિટલોમાં હાલ તબીબોની  હડતાળ ચાલી રહી છે ત્યારે મંગળવારે ગોધરા સિવિલ હોસ્પિટલમાં 2 મૃતદેહો પીએમ કર્યા વગર રઝળી પડ્યા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલના પી એમ રૂમમાં છેલ્લા 12 કલાક ઉપરાંતના સમયથી 2 મૃતદેહો ડોકટરના અભાવે પી એમ વગર રઝળી પડ્યા હતા. હડતાળનું બહાનું આગળ ધરી ઇમરજન્સી સેવામાં કાર્યરત તબીબે પરિવારજનો સાથે ઉદ્ધતાઈ ભર્યા વર્તન કર્યાનો આક્ષેપ કર્યો હતો. આરોગ્ય મંત્રી નિમિષા સુથારની સૂચનાને પગલે 20 કલાક બાદ બન્ને મૃતદેહોના પીએમ કર્યા હતા. 

પીએમ કર્યા વગર મૃતદેહો રઝળ્યા 
Advertisement

રાજ્યભરમાં હાલ સરકારી ઇન સર્વિસ તબીબોની હડતાળને પગલે દર્દીઓ તેમજ પરિજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગણાતી ગોધરા સિવિલ હોસ્પિટલમાં પી એમ માટે લાવવામાં આવેલા 2 મૃતદેહો પી એમ વગર રઝળી પડ્યા હતા. ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ મૃતદેહોને લઈને પરિજનો ગોધરા સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે 6 વાગ્યાના સુમારે લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે વહેલી સવારથી તમામ પોલીસ કાર્યવાહી પૂર્ણ થયા બાદ પરિજનો દ્વારા બન્ને મૃતદેહો ના પીએમ કરવા માટે ગોધરા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં હાજર તેમજ અન્ય તમામ સ્ટાફ ને અનેક વખત રજુઆત કર્યા બાદ પણ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ન હતું. હાજર તબીબએ હડતાળ હોવાનું જણાવી પી એમ કરવાની જ ના પાડી દઈને પરિજનો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું.
 મંત્રીની સુચના બાદ 20 કલાક પછી પીએમ કરાયુ 
12 કલાક ઉપરાંતનો સમય વીતવા છતાંપણ સિવિલ હોસ્પિટલ ગોધરાના સત્તાધીશો દ્વારા મોતનો મલાજો પણ ન જાળવ્યો હતો. સમગ્ર મામલે મીડિયા દ્વારા ઇમરજન્સી વિભાગમાં હાજર તબીબને પૂછવામાં આવતા તબીબ દ્વારા મીડિયા સાથે પણ ગેરવર્તણૂક કરી હતી.આરોગ્ય મંત્રી નિમિષા સુથાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સિવિલ સત્તાધીશોને જણાવતા બન્ને મૃતદેહોનું પીએમ 20 કલાક બાદ કરવામાં આવ્યું હતું. 
Advertisement
Tags :
Advertisement

.

×