Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રદ થઇ જશે 10 લાખ જેટલા રેશનિંગ કાર્ડ, યાદી થઇ ચૂકી છે તૈયાર, જાણો શું છે કારણ

10 લાખ કાર્ડ રદ થશેએક મહત્વના સમાચાર ( news) અંતર્ગત સરકારે કહ્યું છે કે દેશમાં લગભગ 10 લાખ લોકો  નક્કી કરેલા દાયરામાં આવતા ન હોવા છતા ફ્રી રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. આ તમામ લોકોના રેશનકાર્ડ રદ કરવામાં આવશે.લગભગ 10 લાખ લોકોના રેશનિંગ કાર્ડને ચિન્હીત કરવામાં આવ્યા છે. જેમને ટૂંક સમયમાં રદ કરવામાં આવશે.સરકારે તેની યાદી તૈયાર કરી લીધી છે.80 કરોડ લોકોને મફત રાશન મળી રહ્યું છેતમને જણાવી દà
રદ થઇ જશે 10 લાખ જેટલા રેશનિંગ કાર્ડ  યાદી થઇ ચૂકી છે તૈયાર  જાણો શું છે કારણ
Advertisement
10 લાખ કાર્ડ રદ થશે
એક મહત્વના સમાચાર ( news) અંતર્ગત સરકારે કહ્યું છે કે દેશમાં લગભગ 10 લાખ લોકો  નક્કી કરેલા દાયરામાં આવતા ન હોવા છતા ફ્રી રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. આ તમામ લોકોના રેશનકાર્ડ રદ કરવામાં આવશે.લગભગ 10 લાખ લોકોના રેશનિંગ કાર્ડને ચિન્હીત કરવામાં આવ્યા છે. જેમને ટૂંક સમયમાં રદ કરવામાં આવશે.સરકારે તેની યાદી તૈયાર કરી લીધી છે.
80 કરોડ લોકોને મફત રાશન મળી રહ્યું છે
તમને જણાવી દઈએ કે જે લોકોએ ખોટી રીતે ફ્રી રાશનનો લાભ લીધો છે તેમની પાસેથી સરકાર તરફથી વસૂલી પણ કરવામાં આવશે. હાલમાં દેશભરમાં લગભગ 80 કરોડ લોકો મફત રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છે.પરંતુ હવે અયોગ્ય રીતે આ લાભ લેતા ધારકોને મફતમાં ઘઉં,ચોખા અને ચણા નહીં મળે.
યાદી ડીલરને મોકલવામાં આવશે
સરકારે કહ્યું છે કે તમામ અયોગ્ય લોકોની સંપૂર્ણ યાદી ડીલરને મોકલવામાં આવશે.આ પછી ડીલરો આ લોકોને રાશન નહીં આપે.ડીલરો નામો ચિહ્નિત કરશે અને આવા કાર્ડ ધારકોનો રિપોર્ટ જિલ્લા મુખ્યાલયને મોકલશે. જે બાદ તેમના કાર્ડ રદ કરવામાં આવશે.
ઉપરાંત આ લોકોના કાર્ડ પણ રદ કરવામાં આવી શકે 
NFSA તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર જે કાર્ડ ધારકો આવકવેરો ચૂકવે છે અથવા જેમની પાસે 10 વીઘાથી વધુ જમીન છે તેમના નામ યાદીમાંથી બાદ કરવામાં આવશે. આવા લોકોને મફત રાશન નહીં મળે. ઉપરાંત કેટલાક લોકો એવા છે જે મફત રાશન લઇ બારોબાર તેનો વહીવટ કરી દે છે. આવા લોકોની ઓળખ પણ કરવામાં આવી છે. આ લોકોના કાર્ડ પણ રદ કરવામાં આવશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×