ચોમાસુ આવતા જ ગ્રામજનો ભયની જિંદગી જીવવા મજબૂર બન્યા
Mahisagar : મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કમાલપુર ગામના લોકો ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આશરે 250 જેટલા વસ્તીવાળું આ ગામ વરસાદ પડતા તળાવનું પાણી રસ્તા પર ફરી વળે છે.
Advertisement
- લુણાવાડાના કમાલપુર ગામના લોકો પાણીમાં થઈ પસાર થવા મજબૂર
- ચોમાસુ આવતાની સાથે જ ગ્રામજનો ભયની જિંદગી જીવવા મજબૂર બન્યા
- કમાલપુર ગામમાં અંદાજિત 250 જેટલા લોકો કરે છે વસવાટ
- પાણી માંથી પસાર થતા એક તરફ મગર અને અન્ય જીવજંતુઓનો ભય
- ગામ લોકો સમૂહમાં 15 થી 20 ભેગા મળી પાણીમાંથી પસાર થઈ કરે છે અવર જવર
- તળાવનુ પાણી રસ્તા પર ફરી વળતા બાળકો પણ શાળા માં જઈ શકતા નથી
- ડેરી માં દૂધ ભરવા અથવા અનય કોઈ કામ અર્થે નથી જઈ શકતું..
- ત્યારે ગ્રામજનો ઓવરબ્રિજ અથવા ઊંચું નાળુ બનવાની માંગ કરી રહ્યા છે
Mahisagar : મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કમાલપુર ગામના લોકો ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આશરે 250 જેટલા વસ્તીવાળું આ ગામ વરસાદ પડતા તળાવનું પાણી રસ્તા પર ફરી વળે છે, જેના કારણે ગ્રામજનોને રોજિંદા અવરજવર માટે જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે.
મગર અને અન્ય જીવજંતુઓના ભય વચ્ચે લોકો 15 થી 20 જણા ભેગા મળી પાણી પાર કરે છે. આ પરિસ્થિતિમાં બાળકો શાળાએ જઈ શકતા નથી અને દૂધ ભરવા કે અન્ય કામો માટે પણ મુશ્કેલી ઉભી થાય છે. ગામલોકો તાત્કાલિક ઓવરબ્રિજ અથવા ઊંચું નાળુ બાંધવાની માંગ કરી રહ્યા છે જેથી તેમને આ મુશ્કેલીમાંથી રાહત મળી શકે.
Advertisement
આ પણ વાંચો : Gir Somnath ના ભાચા ગામના લોકો આજે પણ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર
Advertisement


