શિયાળો હજુ જામ્યો ન હોવાથી , તિબેટીયન માર્કેટ હાલ ઠંડુ
દેશમાં સામાન્ય રીતે દીવાળી બાદ ઠંડીની શરૂઆત થઇ જતી હોય છે પરંતુ આ વખતે ડીસેમ્બર મહિનાના અંતમાં ઠંડીની શરૂઆત થઇછે. મોસમમાં અનિયમિતતાની સીધી અસર બજારમાં જોવા મળી રહીં છે. ઠંડીની શરૂઆત મોડી થતા ગરમ કપડાનું વેચાણ કરતા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી રહીં છે. અમદાવાદમાં દર વર્ષે દિવાળી બાદથી જ ગરમ કપડાઓ માટે તિબેટિયન માર્કેટ સજી જતું હોય છે..રિવરફ્રન્ટ અને હેલ્મેટ સર્કલ નજીક ટિબેટિયàª
Advertisement
દેશમાં સામાન્ય રીતે દીવાળી બાદ ઠંડીની શરૂઆત થઇ જતી હોય છે પરંતુ આ વખતે ડીસેમ્બર મહિનાના અંતમાં ઠંડીની શરૂઆત થઇછે. મોસમમાં અનિયમિતતાની સીધી અસર બજારમાં જોવા મળી રહીં છે. ઠંડીની શરૂઆત મોડી થતા ગરમ કપડાનું વેચાણ કરતા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી રહીં છે. અમદાવાદમાં દર વર્ષે દિવાળી બાદથી જ ગરમ કપડાઓ માટે તિબેટિયન માર્કેટ સજી જતું હોય છે..
રિવરફ્રન્ટ અને હેલ્મેટ સર્કલ નજીક ટિબેટિયન માર્કેટ ભરાયુ છે
આ વર્ષે પણ અમદાવાદના રિવરફ્રન્ટ અને હેલ્મેટ સર્કલ નજીક ટિબેટિયન માર્કેટ ભરાયુ છે. ત્યારે વેપારી જણાવી રહ્યાં છે કે ગતવર્ષ કરતા આ વખતે ભાવમાં કોઇ ફેરફાર નથી પરંતુ ઠંડીની શરૂઆત મોડી થતા હજુ ગરમ કપડા ખરીદવા આવતા લોકોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે.
ટિબેટિયન માર્કેટમાં કુલ 90 સ્ટોલ
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેની ટિબેટિયન માર્કેટમાં કુલ 90 સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં દેશ અને નેપાળના અલગ અલગ જગ્યાઓ પરથી વેપારીઓ આવ્યા છે. ત્યારે કર્ણાટકથી આવેલા વેપારીએ જણાવ્યુ હતુ કે તેઓ દર વર્ષે અહીં સપ્ટેમ્બર મહિનામાં આવેછે અને જાન્યુઆરી મહિના સુધી એટલે કે 4 મહિના સુધી ધંધો કરે છે. આ વખતે ગરમ કાપડના ભાવમાં કોઇ વધારો નથી છતા પણએટલા પ્રમાણમાં ગ્રાહક ખરીદી માટે નથી આવી રહ્યાં તેમનું કારણ આ વખતે ઠંડી મોડી શરૂ થવાનું તેઓ માની રહ્યાં છે.
ચાલો નજર કરીએ તિબેટીયન માર્કેટમાં ગરમ વસ્ત્રોની કઇ વેરાયટી જોવા મળે છે ?
- લેધર જેકેટ
- પેરાશૂટ જેકેટ
- વેલ્વેટ
- કાર્ગો જેકેટ
- બમ્પર જેકેટ
- મફલર ટોપી
- મફલર
- કાશ્મીરી શાલ
- કમ્બલ
- સ્વેટર
- બાળકોના જેકેટ
- હેન્ડ ગ્લોવ્ઝ
- ટોપી
તિબેટીયન માર્કેટમાં હાલ ગરમ વસ્ત્રોના કેવા ભાવ જોવા મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો
- જેન્ટ્સ જેકેટના ભાવ : 1400થી 2800
- બાળકોના જેકેટના ભાવ : 550થી 1250
- મહિલા જેકેટના ભાવ : 1500થી 3850
- જેન્ટ્સ સ્વેટર : 600થી 1990
- મહિલા સ્વેટર : 600થી 1900
- કશ્મીરી સાલ : 1200થી 1800 સુધી
- નોર્મલ સાલ : 250થી 650
- કમ્બલ : 900થી 6000 સુધી
- મફલર ટોપી : 150થી 350
- હેન્ડ ગ્લોવ્ઝ : 200થી 500
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


