Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્રીલંકાએ પાકિસ્તાન સામે મેળવી 5 વિકેટે જીત, હવે રવિવારે ફાઈનલમાં ટકરાશે

એશિયા કપ 2022માં (Asia cup 2022) સુપર-4ની (Super 4) છેલ્લી મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી પરાજય આપી દીધો છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 122 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને શ્રીલંકાએ 17 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. હવે આ બંન્ને ટીમો  વચ્ચે જ 11 સપ્ટેમ્બરે આ મેદાનમાં ફાઈનલ મેચ રમાશે.ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની (Pakistan) શરૂઆત સારી નહોતી રહી અનà
શ્રીલંકાએ પાકિસ્તાન સામે મેળવી 5 વિકેટે જીત  હવે રવિવારે ફાઈનલમાં ટકરાશે
Advertisement
એશિયા કપ 2022માં (Asia cup 2022) સુપર-4ની (Super 4) છેલ્લી મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી પરાજય આપી દીધો છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 122 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને શ્રીલંકાએ 17 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. હવે આ બંન્ને ટીમો  વચ્ચે જ 11 સપ્ટેમ્બરે આ મેદાનમાં ફાઈનલ મેચ રમાશે.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની (Pakistan) શરૂઆત સારી નહોતી રહી અને તેણે ચોથી જ ઓવરમાં મહમદ રિઝવાનની વિકેટ ગુમાવી હતી.  પાકિસ્તાનની  ટીમ 19.1 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ હતી. શ્રીલંકા માટે વાનિંદુ હસારંગાએ 21 રન આપીને ત્રણ વિકેટ ઝડપી. જ્યારે મહીષ તીક્ષ્ણા અને પ્રમોદ મદુસાને બે-બે  વિકેટ ઝડપી હતી.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની (Srilanka) શરૂઆત પણ સારી નહોતી રહી અને તેણે બે રનમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. સૌથી પહેલા કુસલ મેન્ડિસ અને દનુશ્કા ગુણાતિલક શુન્યમાં આઉટ થયો હતો. ઓપનર પથુમ નિસંકા અને ભાનુકા રાજપક્ષેએ 51 રનની ભાગીદારીને શ્રીલંકાને સંકટમાંથી ઉગાર્યું. પથુમ નિસંકાએ 55 રન અને દાસુન શનાકાએ 21 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હસનૈન અને રઉફને બે-બે વિકેટો ઝડપવામાં સફળતા મળી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×