Asia Cup Final : ભારતની Trophy પાકિસ્તાન ચોરી ગયું?
Asia Cup Trophy Controversy After India’s Victory : ભારતીય ટીમે એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો, પરંતુ વિજય બાદનો સમારોહ વિવાદમાં ઘેરાઈ ગયો. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને પાકિસ્તાનના રાજકીય નેતા મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો.
આ નિર્ણયે સમગ્ર ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી. બાદમાં વધુ ગંભીર આક્ષેપ સામે આવ્યા કે મોહસીન નકવી માત્ર ટ્રોફી જ નહીં, પરંતુ ટીમ ઇન્ડિયાના વિજેતા મેડલ પણ પોતાની હોટલમાં લઈ ગયા હતા. બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ આ મુદ્દે કડક પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ટ્રોફી અને મેડલ તાત્કાલિક ભારતને પરત આપવાના છે. આ ઘટના ભારતની ઐતિહાસિક જીત પછીના આનંદમાં રાજકીય છાંયો નાખતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : IND vs PAK Final : એશિયા કપ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયાને કેમ ન મળી Trophy? જાણો સમગ્ર વિવાદ વિશે


