વિધાનસભા ગૃહ : બોટાદના MLA ઉમેશ મકવાણાએ કામદાર સુધારા બિલ ફાડી નાખ્યું, ગૃહમાં ભારે હોબાળો
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા (MLA Umesh Makwana) એ ગુજરાત કામદાર એક્ટ સુધારવા માટે રજૂ કરાયેલા બિલનો વિરોધ કરીને તેને ફાડી નાખ્યું હતું.
Advertisement
- વિધાનસભા ગૃહમાં બોટાદના ધારાસભ્યએ ફાડ્યું બિલ
- ઉમેશ મકવાણાએ ગુજરાત કામદાર એક્ટ સુધારવા બિલ ફાડી નાખ્યું
- બિલ પર બોલતા પોતાનો વિરોધ વ્યક્ત કર્યો
- વિધાનસભાના ઉપાધ્યક્ષે ઉમેશ મકવાણાને આપ્યો ઠપકો
- ગૃહના અન્ય સભ્યોએ પણ ઉમેશ મકવાણાનો વિરોધ કર્યો
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા (MLA Umesh Makwana) એ ગુજરાત કામદાર એક્ટ સુધારવા માટે રજૂ કરાયેલા બિલનો વિરોધ કરીને તેને ફાડી નાખ્યું હતું. બિલ પર પોતાની વાત રજૂ કરતી વખતે, મકવાણાએ આ કાયદાને કામદારોના હિત વિરુદ્ધનો ગણાવ્યો હતો અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
તેમની આ વર્તણૂકને કારણે ગૃહમાં તણાવ સર્જાયો હતો. વિધાનસભાના ઉપાધ્યક્ષે આ કૃત્ય બદલ મકવાણાને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. એટલું જ નહીં, ગૃહના અન્ય સભ્યોએ પણ મકવાણાના આ પગલાનો સખત વિરોધ કર્યો હતો, જેના કારણે ગૃહનું વાતાવરણ ગરમાયું હતું. આ ઘટનાએ બિલને લઈને ચાલી રહેલી ચર્ચાને વધુ વેગ આપ્યો છે.
Advertisement
આ પણ વાંચો : કોર્ટની મુદ્દતોમાં વારંવાર હાજર ન રહેતા MLA હાર્દિક પટેલને કોર્ટે વોરંટ ઇશ્યુ કર્યું
Advertisement


