Jamnagar માં Gopal Italia ની સભામાં હુમલો!
આ સભા દરમિયાન એક અજાણ્યા શખ્સ દ્વારા ધારાસભ્ય પર હુમલાનો પ્રયાસ કરવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો.
Advertisement
આજે જામનગર ખાતે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયાની (Gopal Italia) એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ સભા દરમિયાન એક અજાણ્યા શખ્સ દ્વારા ધારાસભ્ય પર હુમલાનો પ્રયાસ કરવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો. ગોપાલભાઈ ઈટાલિયા સંબોધન આપી રહ્યા હતા તે દરમિયાન સ્ટેજ પાસે બેઠેલા એક શખ્સે પહેલા માવો ખાધો અને પછી જૂતું ફેંકીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
Advertisement


