Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે કર્યા ભારતીય મૂળની યુવતી સાથે લગ્ન

ઓસ્ટ્રેલિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે એક ખાનગી સમારંભમાં ભારતીય મૂળના વિની રમન સાથે લગ્ન કરી દીધા છે. બંનેના લગ્નને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી હતી કારણ કે આ લગ્ન દેશી અને વિદેશી કપલના હતા.ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયાનો ખૂબ જ લોકપ્રિય ક્રિકેટર છે. ભારતમાં તેની લોકપ્રિયતા ઘણી વધારે છે કારણ કે તેણે IPL મેચો દરમિયાન ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. પહેલà
ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે કર્યા ભારતીય મૂળની યુવતી સાથે લગ્ન
Advertisement
ઓસ્ટ્રેલિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે એક ખાનગી સમારંભમાં ભારતીય મૂળના વિની રમન સાથે લગ્ન કરી દીધા છે. બંનેના લગ્નને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી હતી કારણ કે આ લગ્ન દેશી અને વિદેશી કપલના હતા.
ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયાનો ખૂબ જ લોકપ્રિય ક્રિકેટર છે. ભારતમાં તેની લોકપ્રિયતા ઘણી વધારે છે કારણ કે તેણે IPL મેચો દરમિયાન ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. પહેલા, ગ્લેન મેક્સવેલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની પત્ની વિની રમનનો ફોટો શેર કર્યો. આ જોડીને આંગળીમાં અંગૂળી પહેરતા જોઇ શકાય છે. ત્યાર બાદ વિની રમનને મેક્સને ટેગ કરતા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની તસવીર શેર કરી છે. ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ છે. વિની રમને પોસ્ટના કેપ્શનમાં લખ્યું, "પ્રેમએ પૂર્ણતાની શોધ છે અને તમારી સાથે હું સંપૂર્ણ અનુભવું છું."
મેક્સવેલની પત્નીએ પણ આ જ તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું, 'મિસ્ટર એન્ડ મિસિસ મેક્સવેલ, | 18.03.22' મેક્સવેલ અને વિનીની બીજી તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે તેઓએ તેમની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે. આ તસવીરમાં પ્રેમી યુગલ એકબીજાના હાથ પકડીને જોઈ શકાય છે. તેમના લગ્નની વીંટી પણ તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર કપલના લગ્નની પુષ્ટિ થતા જ વિશ્વભરના ક્રિકેટરો અને ચાહકોએ કપલને અભિનંદન આપતી પોસ્ટ્સનો વરસાદ શરૂ કરી દીધો છે. મેક્સવેલના દેશબંધુ અને ઓસ્ટ્રેલિયાના સફેદ બોલના ક્રિકેટ કેપ્ટન એરોન ફિન્ચ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા, ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને RCBએ નવવિવાહિત યુગલને અભિનંદન પાઠવ્યા હતા.
RCBએ તેમના ઓલરાઉન્ડર અને તેની પત્નીને અભિનંદન આપવા સોશિયલ મીડિયા પર લખ્યું, "RCB પરિવાર વિની રમન અને ગ્લેન મેક્સવેલ માટે તેમના જીવનના આ નવા અધ્યાયની શરૂઆત પર ખુશ છે. તમને બંનેને સુખ અને શાંતિની શુભેચ્છા, મેક્સી."

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે બંનેને અભિનંદન આપતા કહ્યું, 'અભિનંદન.' આ રીતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નવવિવાહિત યુગલને અભિનંદન આપતા કહ્યું કે, ગ્લેન મેક્સવેલ અને વિની રમનને અભિનંદન. આ જ તસવીર પર કોમેન્ટ કરતા મેક્સવેલની પત્નીએ પણ લખ્યું, 'મિસ્ટર એન્ડ મિસિસ મેક્સવેલ'.
Advertisement
Tags :
Advertisement

.

×