ગાંધીધામમાં યોજાઇ અયપ્પા સ્વામી યાત્રા
ગાંધીધામ (Gandhidham) ખાતે કેરાલા (Kerala) સમાજના અયપ્પા સેવા સમિતિ દ્વારા 44મા વાર્ષિક પૂજા ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ખાસ કરીને ઐરાવત પર ભગવાન અયપ્પા સ્વામીની શોભાયાત્રાએ શહેરની મુખ્ય બજારમા આકર્ષણ જગાવ્યુ હતુંકલાકારોએ કલાના કામણ પાથર્યાછ દિવસીય આ ધાર્મિક મહોત્સવ નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત ધર્મસથા ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષà«
Advertisement
ગાંધીધામ (Gandhidham) ખાતે કેરાલા (Kerala) સમાજના અયપ્પા સેવા સમિતિ દ્વારા 44મા વાર્ષિક પૂજા ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ખાસ કરીને ઐરાવત પર ભગવાન અયપ્પા સ્વામીની શોભાયાત્રાએ શહેરની મુખ્ય બજારમા આકર્ષણ જગાવ્યુ હતું
કલાકારોએ કલાના કામણ પાથર્યા
છ દિવસીય આ ધાર્મિક મહોત્સવ નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત ધર્મસથા ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોએ કલાના કામણ પાથર્યા હતા. આ વેળાએ મોહિનીઅટ્ટમ, અટ્ટમ થુલ્લાલ, તિરૂવાથીરાએ કૃતિ રજૂ કરી હતી.
13મીએ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો
ભાવિકો દ્વારા આરાધ્ય દેવ ભગવાન અયપ્પાની ઐરાવત ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પરંપરાગત વત્રોના પરિધાન અને વાદ્યયોનાં સંગીતના સૂરો સાથે શોભાયાત્રા સત્યનારાયણ મંદિરથી અયપ્પા મંદિર, ચૌવિયા મંદિર, ઝંડા ચોક, ચાવલા ચોક સહિતના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા દક્ષિણ ભારતનો માહોલ છવાયો હતો. ચાવલા ચોક ખાતે કર્તવ્ય ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી સમાજના અગ્રણીઓનું સન્માન કરાયું હતું. આ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરના વિવિધ મુખ્ય માર્ગોને અવનવી લાઈટોથી શણગારવા સાથે આપણા મહાકાવ્યોના સ્વામીઓની ઝાંખી મુકાઈ હતી. આગામી 13મીએ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


