Badrinath Dham : વૈદિક મંત્રોચ્ચારના દિવ્ય ધ્વનિ વચ્ચે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા
બદ્રીનાથમાં પૂજારીઓએ કરી શ્રીહરિની પૂજા-અર્ચના 40 ક્વિન્ટલ ફૂલથી શણગારવામાં આવ્યું બદ્રીનાથ ધામ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા ઉત્તરાખંડના ચાર મુખ્ય ધામોમાંના એક બદ્રીનાથ ધામના કપાટ આજે ભક્તો માટે ઔપચારિક રીતે ખોલવામાં આવ્યા હતા. કપાટ ખુલતાની સાથે જ મંદિર...
Advertisement
- બદ્રીનાથમાં પૂજારીઓએ કરી શ્રીહરિની પૂજા-અર્ચના
- 40 ક્વિન્ટલ ફૂલથી શણગારવામાં આવ્યું બદ્રીનાથ ધામ
- મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા
ઉત્તરાખંડના ચાર મુખ્ય ધામોમાંના એક બદ્રીનાથ ધામના કપાટ આજે ભક્તો માટે ઔપચારિક રીતે ખોલવામાં આવ્યા હતા. કપાટ ખુલતાની સાથે જ મંદિર પરિસર 'જય બદ્રી વિશાલ' ના નારાઓથી ગુંજી ઉઠ્યું અને આર્મી બેન્ડની સુમધુર ધૂનોએ આ શુભ પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો છે. દ્વાર ખુલતા પહેલા, સવારે 4 વાગ્યે, મંદિર સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓએ મંદિર પરિક્રમામાં ભાગ લીધો અને સવારે 4:30 વાગ્યે, શ્રી કુબેરજી દક્ષિણ દ્વારથી મંદિર પરિક્રમામાં પ્રવેશ્યા. સવારે 5-30 વાગ્યે દ્વાર પૂજા શરૂ થઈ અને અડધા કલાક પછી બદ્રીનાથના દ્વાર ખુલ્યા. શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખુલવાની સાથે જ ચાર ધામ યાત્રા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.
Advertisement


