કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકર્તાની હત્યા, જો કે સરકારે કહ્યું, હિજાબ વિવાદથી કોઇ કનેકશન નહીં
કર્ણાટકમાં હિજાબ વિવાદ સળગી રહ્યો છે તેવા સમયમાં જ શિમોગામાં બજરંગ દળના કાર્યકર્તાની હત્યા થતાં મામલો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. શિમોગામાં હત્યાના બનાવ બાદ 23 ફેબ્રુઆરી સુધી કલમ 144 લાગુ કરી દેવાઇ છે. હિજાબ વિવાદ દરમિયાન જ થયેલી બજરંગ દળના કાર્યકર્તાની હત્યાને સ્વાભાવિકપણે જ હિજાબ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. પરંતુ કર્ણાટકના ગૃહ મંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ તેનો ઇન્કાર કàª
Advertisement
કર્ણાટકમાં હિજાબ વિવાદ સળગી રહ્યો છે તેવા સમયમાં જ શિમોગામાં બજરંગ દળના કાર્યકર્તાની હત્યા થતાં મામલો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. શિમોગામાં હત્યાના બનાવ બાદ 23 ફેબ્રુઆરી સુધી કલમ 144 લાગુ કરી દેવાઇ છે. હિજાબ વિવાદ દરમિયાન જ થયેલી બજરંગ દળના કાર્યકર્તાની હત્યાને સ્વાભાવિકપણે જ હિજાબ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. પરંતુ કર્ણાટકના ગૃહ મંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ તેનો ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી આ હત્યા અને હિજાબ વિવાદને સાંકળતું કોઇ કનેકશન સામે આવ્યું નથી પરતું પોલીસ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના શિમોગા શહેરમાં 23 વર્ષીય બજરંગદળના કાર્યકર્તા પર ચાકુ વડે જીવલેણ હુમલો કરાયો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ત્યારબાદ સમગ્ર શહેરમાં તણાવ જોવા મળી રહ્યો છે.
Advertisement
જોકે હિજાબ વિવાદમાં ચર્ચાસ્પદ બનેલા મંત્રી ઇશ્વરઅપ્પાએ પણ આ હત્યાના બનાવમાં ઝંપલાવ્યું છે અને વિશેષ ધર્મ સમુદાય પર હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે કોંગ્રેસના ડીકે શિવકુમાર પર મામલાને ભડકાવાનો આરોપ લગાવ્યો છે.
Advertisement


