બનાસકાંઠાના દાંતામાં નાસ્તિક તત્વોનું અપકૃત્ય, Video
બનાસકાંઠાના દાંતા તાલુકાના જસવંતપુરા ગામમાં ગંગેશ્વર મહાદેવ મંદિર પર આક્રમણ કરીને અસામાજિક તત્વોએ તોડફોડ ચલાવી હતી. શિવજીના પોઠીયાને તોડવામાં આવ્યો હતો અને શિવલિંગને અપવિત્ર કરવા શ્વાનના બચ્ચાને મારીને મંદિરમાં નાખવામાં આવ્યું હતું.
Advertisement
- બનાસકાંઠાના દાંતામાં નાસ્તિક તત્વોનું અપકૃત્ય
- હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ
- દાંતામાં અશાંતિ ફેલાવવાનું કાવતરૂ!
- શિવ મંદિરમાં તોડફોડ કરીને શિવજીના પોઠીયાને તોડ્યો!
- શ્વાનના બચ્ચાને મારીને મંદિરમાં નાખ્યું!
- જસવંતપુરા ગામના ગંગેશ્વર મહાદેવ મંદિરમાં કરી તોડફોડ
- શિવલિંગને અપવિત્ર કરવા શ્વાનના બચ્ચાને મારીને નાખ્યું!
- મંદિરના દરવાજાને તોડીને નુકસાન પણ પહોંચાડ્યું
- પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
- બેફામ બની રહેલા આવા તત્વો પર કડક કાર્યવાહીની જરૂર!
Banaskantha : બનાસકાંઠાના દાંતા તાલુકાના જસવંતપુરા ગામમાં ગંગેશ્વર મહાદેવ મંદિર પર આક્રમણ કરીને અસામાજિક તત્વોએ તોડફોડ ચલાવી હતી. શિવજીના પોઠીયાને તોડવામાં આવ્યો હતો અને શિવલિંગને અપવિત્ર કરવા શ્વાનના બચ્ચાને મારીને મંદિરમાં નાખવામાં આવ્યું હતું, જે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો સ્પષ્ટ પ્રયાસ લાગે છે. મંદિરના દરવાજા તોડી તેને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું. આ કૃત્યથી ગામમાં આક્રોશ ફેલાયો છે, અને લોકોમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે, અને જવાબદાર તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે. આવા અપકૃત્યો સામે તંત્ર દ્વારા તાત્કાલિક અને સખત કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.
Advertisement


