Banaskantha : બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત
કાંકરેજ બેઠક પર ભાજપના બાબુ ચૌધરી (Babu Chaudhary) બિનહરીફ થયા છે.
Advertisement
Banas Dairy Election : બહુચર્ચિત બનાસ ડેરીની ચૂંટણીને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. બનાસ ડેરીની ચૂંટણીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો (Shankar Chaudhary) દબદબો યથાવત રહ્યો છે. કારણ કે નિયામક મંડળની ચૂંટણીમાં વધુ એક બેઠક બિનહરીફ થઈ છે. કાંકરેજ બેઠક પર ભાજપના બાબુ ચૌધરી (Babu Chaudhary) બિનહરીફ થયા છે. સહકારી આગેવાન અણદાભાઈ પટેલે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના (BJP) ઉમેદવાર બિનહરીફ રહ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 16 માંથી 15 બેઠક બિનહરીફ થઈ છે.
Advertisement


