Banaskantha : સરહદી વિસ્તારમાં મેઘરાજાનું ફરી આગમન
Banaskantha : ભારતના 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદે હાજરી આપી લોકોમાં આનંદનો માહોલ સર્જ્યો. બનાસકાંઠાના સરહદી વિસ્તારો સુઇગામ, નડાબેટ અને જલોયો સહિતના ગામોમાં લાંબા વિરામ બાદ મેઘમહેર વરસતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ.
Advertisement
Banaskantha : ભારતના 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદે હાજરી આપી લોકોમાં આનંદનો માહોલ સર્જ્યો. બનાસકાંઠાના સરહદી વિસ્તારો સુઇગામ, નડાબેટ અને જલોયો સહિતના ગામોમાં લાંબા વિરામ બાદ મેઘમહેર વરસતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ. વરસાદના અભાવે બાજરી, એરંડા અને મગફળી જેવા પાક સુકાઈ જવાના આરે હતા, પરંતુ તાજા વરસાદથી પાકોને નવી આશા મળી છે. બીજી તરફ અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને ગીર પંથકમાં પણ ઝરમર વરસાદના કારણે ખેતીને જીવનદાન મળ્યું છે. કેનાલોમાં પાણીના અભાવે પીડાતા ખેડૂતો માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થઈ રહ્યો છે, આઝાદીના પર્વ સાથે પ્રકૃતિના આ આશીર્વાદે પણ ઉજવણીને વિશેષ બનાવી છે.
Advertisement


