Banaskantha : જિલ્લા કેનાલની હાલત બિસ્માર હાલતમાં, ખેડૂતો પરેશાન
- Dantiwada ડેમ કેનાલમાં ભ્રષ્ટાચાર, ખેડૂતોને લાખોનું નુકસાન
- સફાઈ વગર કેનાલમાં પાણી છોડ્યું, ખેડૂતોના ખેતરોમાં પૂર
- લાખોની ગ્રાન્ટ છતાં કેનાલની સફાઈ ગાયબ
- દાંતીવાડા કેનાલ કાંડ: પાણી ખેડૂતો માટે આફત બન્યું
- કેનાલ ઓવરફ્લો, ખેડૂતો પર ભ્રષ્ટાચારની માર
- સિંચાઈ કેનાલમાં ગાબડાં, અધિકારીઓ મૌન
- ગ્રાન્ટનો દુરુપયોગ, ખેતરોમાં ઘૂસ્યું કેનાલનું પાણી
- પાણી છોડતા પહેલા સફાઈ નહીં, ખેડૂતો હેરાન
Dantiwada dam canal issue : દાંતીવાડા ડેમના ખેડૂતોને પિયત માટે કેનાલ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ દર વર્ષે પાણી છોડતા પહેલા થતા અનિયમિત અને ભ્રષ્ટાચારયુક્ત કામગીરીને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
લાખોની ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર : સફાઈ વિના પાણી છોડાયું
સરકાર દ્વારા દર વર્ષે સિંચાઈની કેનાલોની સાફ-સફાઈ અને રિપેરિંગ પાછળ લાખો રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જોકે, પ્રાપ્ત માહિતી અનુસાર, કેનાલના અધિકારીઓ આ નાણાંનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. સફાઈ અને સમારકામની કામગીરી કર્યા વિના જ સીધું પાણી કેનાલોમાં છોડી દેવામાં આવે છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા આ મામલે રિયાલિટી ચેક કરતાં હકીકત સામે આવી હતી. આસેડાથી સાવિયાણા તરફ જતી મુખ્ય કેનાલ તેમજ તેની આસપાસની માઇનોર કેનાલોમાં પણ સફાઈ કે રિપેરિંગની કોઈ કામગીરી કરવામાં આવી નથી.
આ પણ વાંચો : દાંતીવાડા ડેમ કેનાલમાં ભ્રષ્ટાચાર, ખેડૂતોને લાખોનું નુકસાન


