Banaskantha : ભોરલ ગામમાં જળબંબાકાર! સ્થાનિકોની હાલાકી, તંત્ર પાસે મદદની અપીલ
- વાવ-થરાદના ભોરલ ગામનો ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
- ભોરલ ગામમાં ચારે બાજુ ઘૂંટણસમા પાણી
- મારવાડી વાસ અને બ્રાહ્મણ વાસમાં પણ ઘૂંટણસમા પાણી
- પાણી ભરાવાને કારણે સ્થાનિક લોકોને હાલાકી
- ગામના લોકો ટ્રેક્ટરનો સહારો લઈને બહાર જવા મજબૂર
- ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયું
- વરસાદી પાણીને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી
- સરકાર મુખ્ય રસ્તા પરથી પાણીનો નિકાલ કરે તેવી માગ
- પાણીનો નિકાલ ન થતાં પરિસ્થિતિ વણસી
- પાણીનો ભરાવો રહેતાં લોકોને રોગચાળાનો ભય
- સ્થાનિક લોકો તંત્ર પાસે પાણીના નિકાલની કરી માગ
- ગુજરાત ફર્સ્ટ પર લોકોએ પોતાની વેદના વ્યક્ત કરી
Banaskantha : વાવ-થરાદ તાલુકાના ભોરલ ગામમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામના મારવાડી વાસ અને બ્રાહ્મણ વાસ સહિત સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આ પરિસ્થિતિમાં ગ્રામજનોને ઘરની બહાર નીકળવા માટે ટ્રેક્ટરનો સહારો લેવાની ફરજ પડી રહી છે.
વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી
ગામની પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક લોકોએ 'Gujarat First' પર પોતાની વ્યથા વ્યક્ત કરી છે અને તંત્રને મુખ્ય રસ્તા પરથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ કરી છે, જેથી આ મુશ્કેલીમાંથી છુટકારો મળી શકે.
આ પણ વાંચો : ગરબા પ્રેમીઓ માટે Ambala Patel ની આ આગાહી ચિંતા વધારશે..!


