કર્મથી ડાકુ, ધર્મથી આઝાદ, જુઓ રણબીર કપૂરની ફિલ્મ શમશેરાનું જબરદસ્ત ટીઝર
રણબીર કપૂર અને વાણી કપૂરની આગામી ફિલ્મ 'શમશેરા'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મના ટ્રેલર રિલીઝના બે દિવસ પહેલા જ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. કરણ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર 24 જૂને રિલીઝ થશે. ટીઝરમાં અને રેતાળ રણપ્રદેશ જેવો વિસ્તાર દેખાય છે. અભિનેતા રણબીર કપૂર ડાકુઓની ટોળી સાથે ઘોડાં પર સવારી કરતો જોવા મળી રહ્યો છે. ટીઝરને જોઈને લાગે છે કે આ એક
Advertisement
રણબીર કપૂર અને વાણી કપૂરની આગામી ફિલ્મ 'શમશેરા'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મના ટ્રેલર રિલીઝના બે દિવસ પહેલા જ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. કરણ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર 24 જૂને રિલીઝ થશે. ટીઝરમાં અને રેતાળ રણપ્રદેશ જેવો વિસ્તાર દેખાય છે. અભિનેતા રણબીર કપૂર ડાકુઓની ટોળી સાથે ઘોડાં પર સવારી કરતો જોવા મળી રહ્યો છે. ટીઝરને જોઈને લાગે છે કે આ એક શાનદાર ફિલ્મ હશે.
સંજય દત્ત એક દમદાર વિલનના રોલમાં
ટીઝરમાં સંજય દત્તનો રોલ એકદમ ડરામણો લાગે છે. તેના પગલાની છાપ સાથે, બેગ્રાઉન્ડમાં એક અવાજ સંભળાય છે, 'શ્વાસમાં તોફાનો, ગરુડ જેવી આંખો, તેને કોઈ રોકી શકશે નહીં, કર્મથી દ્વારા ડાકુ ધર્મથી આઝાદ જોવાં મળતો રણબીર કપૂરનો અંદાજ પણ હટકે જોવાં મળ્યો છે.
આ એક આઝાદી પહેલાની વાર્તા
ફિલ્મ 'શમશેરા'ની વાર્તામાં કેટલીક જૂની ફિલ્મોની ઝલક છે. આમાં રણબીર કપૂર ઉત્તર ભારતના એક વિદ્રોહીના પાત્રમાં જોવા મળશે જે ગરીબોની મદદ કરવા માટે અમીરોને લૂંટે છે. આ ક્ષણે, આમાં સૌથી મહત્વપૂર્ણ સેગમેન્ટ એ છે કે 'શમશેરા' બ્રિટિશ સેનાનો સામનો કરે છે. આ વાર્તા આઝાદી પહેલાની ફિલ્મમાં દર્શાવવામાં આવશે.
આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
જણાવી દઈએ કે આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની છે. ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપરા છે. આ ફિલ્મ 22 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. 'શમશેરા' એક મેગા બજેટ ફિલ્મ છે અને અભિનેતા સહિત નિર્માતાઓને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. રિપોર્ટ્સનું માનીએ તો OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયોએ ફિલ્મ 'શમશેરા'ના રાઇટ્સ ખરીદી લીધાં છે, તેથી આ ફિલ્મ થિયેટર પછી એમેઝોન પ્રાઇમ પર જોઈ શકાશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ફિલ્મ દર્શકો અને નિર્માતાઓની અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરે છે.


